Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, ગુજરાત યુનિવર્સિટીમાં બનશે 5Gની લેબ

વિધાનસભાની ચૂંટણી ટાણે કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ આવી પહોંચ્યા છે.

અમદાવાદ: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, ગુજરાત યુનિવર્સિટીમાં બનશે 5Gની લેબ
X

વિધાનસભાની ચૂંટણી ટાણે કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં કેન્દ્રીય રેલવે મંત્રી ગુજરાત યુનિવર્સીટીમાં યુવાઓ સાથે ડ્રાઈવિંગ ડબલ એન્જિન પર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાત યુનિવર્સીટીમાં 5G લેબ બનશે. કેન્દ્રીય કોમ્યુનિકેશન અને IT મંત્રીએ તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ડબલ એન્જીનની સરકારમાં આવનારા 2-3 મહિનામાં નેટવર્ક ઉભું કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રપોઝલ આવ્યા બાદ 24 કલાકમાં એપ્રુવલ આપવાની બાંહેધરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટરનૅશન ટ્રેડ એન્ડ બિઝનેસ કોર્સ શરુ થયો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ આ કાર્ષનો શુભારંભ કરાવ્યો હતો મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્ય માટે માઈન્ડ સેટ જરૂરી છે. પીએમ મોદી અમને જે માર્ગદર્શન આપે છે તે માઈન્ડ સેટ છે. આપણે ત્યાં રેલવેમાં દરરોજ 2.5 કરોડ જનતા મુસાફરી કરે છે. ત્યારે શહેરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની વાત પ્રધાનમંત્રીએ કરી હતી. સ્ટેશનને સીટી સેન્ટર બનાવવું છે. ત્રણ સ્ટેશન બનાવ્યા બાદ પ્રધાનમંત્રીએ કહ્યું આવા 200 સ્ટેશન બનાવવા છે. જેથી અમે લાંબા સમયની મહેનત બાદ 50 સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરી લીધી છે. મને હતું કે અમે સારી ડિઝાઇન બનાવી છે પણ મિટિંગ સમયે પ્રધાનમંત્રી ખુશ નહોતા. મિટિંગ બાદ રાત્રે 11 વાગે પ્રધાનમંત્રીનો મને કોલ આવ્યો કે આ ડિઝાઇન આજ માટે તો સારી છે, પણ સ્ટેશનની ડિઝાઇન આગામી 25 વર્ષ ને જોઈને કરવી જોઈએ. આ નેતૃત્વ છે જે આજનું અને ભવિષ્યનું બંને વિચારે છે

Next Story