“અમને ધર્મ પરીવર્તન કરવાની મંજૂરી આપો” : જુઓ આવું કેમ કહી રહ્યા છે જુનાગઢ-જવાહર રોડના સ્થાનિકો..!

જુનાગઢ શહેરના જવાહર રોડ પર છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી નવરાત્રી મહોત્સવ નિમિત્તે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે

New Update
“અમને ધર્મ પરીવર્તન કરવાની મંજૂરી આપો” : જુઓ આવું કેમ કહી રહ્યા છે જુનાગઢ-જવાહર રોડના સ્થાનિકો..!

જુનાગઢ શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મંદિરના સંચાલકો દ્વારા પતરાંની આડસ મૂકી નવરાત્રી મહોત્સવમાં અવરોધ ઊભો કર્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પોતાના ધર્મ પરીવર્તન કરવા મંજૂરી આપવાની માંગ સાથે તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

જુનાગઢ શહેરના જવાહર રોડ પર છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી નવરાત્રી મહોત્સવ નિમિત્તે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મંદિરના સંચાલકો દ્વારા પતરાંની આડસ મૂકી નવરાત્રી મહોત્સવમાં અવરોધ ઊભો કર્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ગરબી કરવાની મંજૂરી નહીં મળે તો ધર્મ પરિવર્તન કરવાની મંજૂરી આપવા સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. તો બીજી તરફ, ચૂંટણી સમયે માત્ર હિન્દુત્વની વાતો કરતી સરકાર ન્યાય આપવામાં સક્ષમ ન હોય તો ધર્મ પરિવર્તન કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું.

Latest Stories