/connect-gujarat/media/post_banners/6faaae1566d7777bd5b186e745e7df7dd7c52053fffb1a0d17be20b0e168f4d7.webp)
અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનાર લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકો ઘણીવાર હેલ્મેટ પહેર્યા વિના રસ્તા પર ટુ વ્હીલર ચલાવતા જોવા મળે છે અને તેને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે દરેક ટુ વ્હીલર સવાર માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમનું પાલન હજુ પણ ઘણા લોકો નથી કરતા. હેલ્મેટ પહેરવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરી છે. જણાવી દઈએ કે ટ્રાફિક નિયમો મૂદ્દે હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે 'હજી પણ લોકો હેલ્મેટ પહેરતા નથી. હેલ્મેટ ન પહેરવાનો કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે, આ મુદ્દે ચિંતા દર્શાવતા હાઇકોર્ટે સરકારને ફરી એક વખત ટકોર કરી છે ટ્રાફિક નિયમો ના અમલીકરણ મામલે હાઇકોર્ટમાં સુનાવણી પર હેલ્મેટ પહેરવાના મુદ્દા વિશે હાઇકોર્ટે કહ્યું છે કે, ' ટુ વહીલર માટે ચાલકો માટે હેલ્મેટ જરૂરી બનાવો, સરકારના આટલા કાયદા હોવા છતાં પણ લોકો હજુ હેલ્મેટ કેમ નથી પહેરી રહ્યા?' આ સાથે જ સરકારને ટોકતા હાઇકોર્ટે કહ્યું હતું કે, ' હેલ્મેટ ને લઈને કોઈ બેદરકારી ન દાખવવી જોઈએ, અને નિયમનું ફરજીયાત પાલન કરવું જોઈએ