Connect Gujarat
ગુજરાત

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી, આ તારીખ સુધી જોવી પડશે રાહ

હવામાન વિભાગના મતે 31મી ઓગસ્ટ સુધી સારા વરસાદની કોઈ શક્યતા નથી. સપ્ટેમ્બરમાં એક અઠવાડિયું વરસાદ ભુક્કા બોલાવી શકે છે

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી, આ તારીખ સુધી જોવી પડશે રાહ
X

ગુજરાતમાં એક બાજુ દુષ્કાળના ડાકલા વાગી ગયા છે, તો બીજી બાજુ હવામાન વિભાગના મતે 31મી ઓગસ્ટ સુધી સારા વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યમાં ચોમાસાના અંતિમ દિવસોમાં વરસાદની અછત 48 પહોંચી છે. આ સ્થિતિમાં હતાશ થઈ રહેલા ખેડૂતો માટે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ખૂબ સારા સમાચાર લઈ આવ્યા છે. અંબાલાલ પટેલના મતે સપ્ટેમ્બરમાં એક અઠવાડિયું વરસાદ ભુક્કા બોલાવી શકે છે. આમ પણ લોકોના મોઢે હાલ એક જ વાત છે કો જો ભાદરવો ભરપૂર ન થાય તો આ વખતે ખેડૂતોને અને આમ જનતાને રોવાનો વારો આવે તેવી સ્થિતિ છે.

અંબાલાલ પટેલના મતે આવતીકાલ સુધીમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ જશે અને 30-31 ગસ્ટના રોજ રાજ્યમાં છૂટ્ટો છવાયો વરસાદ ડોવા મળશે. જોકે, 3-10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સમાચાર ખેડૂતો માટે મોટી રાહત લઈ આવશે. આ સાત દિવસ દરમિયાન રાજ્યમાં જો નોંધપાત્ર વરસાદ ન વરસે તો ગુજરાતમાં પાણીની અછત સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે જે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે તેને 30-31ના વરસાદથી જીવનદાન મળી શકે છે જ્યારે બાકીનો વરસાદ કેટલાક વિસ્તારોમાં એટલો ભારે પણ હોઈ શકે છે કે જળાશયો ફરીથી છલકાવાના વરતારા છે. આમ ખેડૂતો માટે જનમાષ્ટમીએ આ સારા સમાચાર છે.

આ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 27,177 ક્યુસેક પાણીની આવક થઈ છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં 27 સેન્ટિમેટર છે. હાલમાં ડેમની સપાટી 115.95 મીટર છે. આમ ડેમની સપાટીમાં વધારો થતા 13 હજાર ક્યુસેક પાણી ડેમમાં છોડવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી 30-31 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી છે ત્યારે 30મી ઑગસ્ટના રોજ રાજ્યના દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા, આમંદ, અમદાવાદ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે. મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી છે.

Next Story