દ્વારકા : ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવભર્યા માહોલ વચ્ચે જગત મંદિરની સુરક્ષા અર્થે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ખડકાયો

ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવભર્યા માહોલ વચ્ચે દ્વારકા જગત મંદિરની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.અને પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું

New Update
  • ભારત પાકિસ્તાન યુદ્ધનો તણાવભર્યો માહોલ 

  • દેવભૂમિ દ્વારકામાં પોલીસતંત્ર એલર્ટ

  • જગત મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

  • પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

  • સુરક્ષા સાધનો સાથે પોલીસ સજ્જ

  • પોલીસે માછીમારોને પણ કર્યા સતર્ક 

ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવભર્યા માહોલ વચ્ચે દ્વારકા જગત મંદિરની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.અને પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નીતેશ પાંડે દ્વારા જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. ગઈકાલે થયેલા હુમલા બાદ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.જિલ્લા પોલીસ દ્વારા મળેલ સૂચના અનુસારજગત મંદિર પરિસરમાં વિવિધ સુરક્ષા સાધનો સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંતદ્વારકાના માછીમારોને પણ સતર્ક રહેવા અને કોઈ પણ ગેરપ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Read the Next Article

અમરેલી : અમેરિકન ચીજવસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે વિરોધ, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત

અમરેલીના રાજકમલ ચોક ખાતે સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

New Update
  • ટ્રમ્પના ટેરિફ સામે દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

  • રાજકમલ ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું

  • શહેરીજનોએ અમેરિકન ચીજવસ્તુઓની હોળી કરી

  • દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

  • અમેરિકન વસ્તુનો બહિષ્કાર કરવા લોકોને આહ્વાન

અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

અમેરિકન પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર આકરા ટેરિફ લગાવવામાં આવ્યા છે. જેમાં 25 ટકા ટેરિફ લાગુ કરાયા બાદ વધુ 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જેની સામે હવે ગુજરાત અને ભારતમાંથી વિરોધનો સૂર ઉઠવાનું શરૂ થયું છે. અમરેલીમાં સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીપૂર્વ સાંસદ નારણ કાછડીયાડો. ભરત કાનાબારની આગેવાનીમાં શહેરીજનોએ ટ્ર્મ્પના આકરા ટેરિફનો વિરોધ કરવા અમેરિકન વસ્તુઓની હોળી કરી હતી. અમેરિકાએ ભારત પર આકરો ટેરિફ નાખતા ભારતના અનેક ઉદ્યોગોને ફટકો પડવાની ભીતિ છેત્યારે દિલીપ સંઘાણીએ અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને આહવાન કર્યું છે.