Connect Gujarat
ગુજરાત

ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાશે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ થયો રદ, ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ થયો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા. 28 ઓગસ્ટથી ગુજરાતના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમ્યાન ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રાજ્યમાં અલગ અલગ વિકાસ કાર્યોની ચર્ચા તેમજ અનેક વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ થયો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તા. 28 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. જોકે, મુલાકાત દરમ્યાન આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી વિકાસના કામોની સમિક્ષા કરવામાં આવે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે અમિત શાહ સંસદીય વિસ્તારમાં પણ વિકાસના કામોની સમીક્ષા કરી ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસની સ્થિતિ બાબતે પણ ચિતાર મેળવશે.

હાઉસિંગ બોર્ડ રી-ડેવલપમેન્ટ અંગે બેઠક યોજી સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા કરી ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક યોજશે તેવું મનાઈ રહ્યું છે.

Next Story