Connect Gujarat
ગુજરાત

અમરેલી: 15 દિવસથી સતત પડી રહેલા વરસાદના લીધે ખેડૂતોની પરસેવાની "કમાણી પાણી"માં, કપાસનો પાક નષ્ટ થવાના આરે

ખાંભા ગીર પંથકના ગામડાઓમાં અવિરત 15 દિવસથી વરસતા વરસાદે ખેડૂતોની પરસેવાની કમાણી વરસાદને કારણે બળી જવાની અણી પર આવતા ખેડૂતો સરકાર સામે મીટ માંડી બેઠા છે

X

અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના ગામડાઓમાં અવિરત 15 દિવસથી વરસતા વરસાદે ખેડૂતોની પરસેવાની કમાણી વરસાદને કારણે બળી જવાની અણી પર આવતા ખેડૂતો સરકાર સામે મીટ માંડી બેઠા છે અને અવિરત વરસાદથી ખેતરોમાં કપાસના પાકની શુ હાલત થઈ છે જોઈએ આ રિપોર્ટમાં...

આ છે અમરેલી જિલ્લાના ખાંભા ગીર નું ભાડ ગામ. ખેતી આધારિત જંગલ વિસ્તારને અડીને આવેલા ગામમાં છેલા 15 દિવસથી એકધારો વરસાદ વરસ્તા ખેડૂતોની દશા કફોડી બની ગઈ છે. મોંઘા મુલા બિયારણ, ખાતર મજૂરીઓ કરીને પકવાતા કપાસના પાકના છોડ જ ઉભા બળી જતા ખેડૂતો જઈએ તો જઈએ કઈની સ્થિતિ ઉભી થઇ છે. વરસાદ વગર પાક જમીનમાં જ બળી જાય પણ આ તો એકધારા 15 દિવસથી વરસતા વરસાદને કારણે કલ્પના બહારની નુકશાની જવાની દહેશત જગતના તાતને સતાવી રહી છે.

એક તરફ 14 અને 15 જુલાઈએ 2-3 ઇંચના વરસાદે કપાસના ઉભા છોડના પાંદડા વિખેરી નાખ્યા અને કપાસના છોડ હતા નહતા થઈ જતા ભાડ ગામના ખેડૂતો સરકાર સામે સહાયની મીટ માંડી બેઠા છેત્યારે મોંઘા બિયારણ ખાતર બાદ નાના ખેડૂતો સાથે ગીર પંથકના વિસ્તારોમાં અવિરત વરસાદે અનેક ગામડાઓના ખેડૂતોની સારા પાકની આશાઓ પર પાણી વરસાદે ફેરવી દીધું હતું. ત્યારે વરસાદે નુકશાની કરતા સરકાર આવા ગામડાઓની તપાસ કરીને ખેડૂતોને પગભર થવા આગળ આવે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

Next Story