અમરેલી : 'બેટા' શબ્દ કહેતાં જ 15 શખ્સો યુવાન પર તૂટી પડ્યા, સારવાર દરમ્યાન મોત નિપજતા MLA જીજ્ઞેશ મેવાણી દોડી આવ્યા...

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મૃતકના સ્વજનોને સાંત્વના આપવા અમરેલી પહોચ્યા હતા. પીડિત પરિવારની મુલાકાત લઈ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા

New Update
  • લાઠી તાલુકાના જરખિયા ગામમાં બની હત્યાની ઘટના

  • સામાન્ય શબ્દથી થયેલી ઘટનાએ જાતિવાદી હિંસા ફેલાવી

  • બેટા શબ્દ બોલનાર યુવાન પર 15 લોકોનો જીવલેણ હુમલો

  • મારામારીની ઘટના હત્યામાં પરિણમતા પોલીસ તપાશ શરૂ

  • યુવકનું મોત નિપજતાMLA જીજ્ઞેશ મેવાણી દોડી આવ્યા

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી હત્યાની ઘટનામાં પરિણમી હતીત્યારે હાલ તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા જીગાભાઇ દુધાત માર્કેટિંગ યાર્ડમાં એક સામાન્ય શબ્દ પ્રયોગથી શરૂ થયેલી ઘટના જાતિવાદી હિંસામાં પરિણમી છે. ગત તા. 15 મે-2025ના રોજ 20 વર્ષીય નિલેશ રાઠોડએ દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને'બેટાશબ્દથી સંબોધન કર્યું હતું. આ શબ્દ પ્રયોગથી યુવકના પિતા ચોથા ભરવાડ ઉશ્કેરાયા હતા. તેમણે નિલેશ રાઠોડની જાતિ વિશે પૂછપરછ કરી અપમાનજનક ટિપ્પણી કરી હતી. જોકેપરિસ્થિતિ વણસતા ચોથા ભરવાડએ ફોન કરીને વધુ માણસોને બોલાવ્યા હતા. આશરે 15 જેટલા લોકોએ યુવકને લાકડી અને કુહાડી વડે માર માર્યો હતો.

યુવકને માથાના પાછળના ભાગે કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો. બચાવ માટે આવેલા અન્ય લોકો પર પણ હુમલો કર્યો હતો. નિલેશ રાઠોડ ઇજાગ્રસ્ત થતા પ્રથમ અમરેલી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં ગત રાત્રીએ તેને દમ તોડ્યો હતો અને મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી. આરોપીઓમાં ચોથા ભરવાડવિજય ટોટાભાવેશ મુંધવા અને જતીન મુંધવા સહિત 15 લોકોનો સમાવેશ થાય છે.

પીડિતે જાતિ આધારિત અપમાન અને હુમલા અંગે ફરિયાદ નોંધાતા અમરેલી રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફબનાવના પગલે વડગામમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મૃતકના સ્વજનોને સાંત્વના આપવા અમરેલી પહોચ્યા હતા. પીડિત પરિવારની મુલાકાત લઈ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દેશમાં છેલ્લા 2 હજાર વર્ષથી દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છેત્યારે વધુ એક ઘટનાના પગલે તાત્કાલિક અસરથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જીજ્ઞેશ મેવાણીએ માંગ કરી હતી.

Read the Next Article

ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે NH 48 પર લાગ્યા વાહનોના થપ્પા, ઝાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિકજામ

વરસાદી માહોલ વચ્ચે વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

New Update
Traffic Jam

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે આજરોજ વરસાદી માહોલ વચ્ચે શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક પણ વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

ઝાડેશ્વર ચોકડી નજીકના બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા વકરી રહી છે ત્યારે માર્ગના સમારકામ સાથે પોલીસ વિભાગ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પણ નેશનલ હાઇવે નંબર 48 પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.વાલિયા ચોકડી નજીકના સાંકડા ઓવરબ્રિજના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ટ્રાફિકજામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે.