અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામ નજીક આવેલ કોઝ-વેમાં 2 યુવતીઓ પાણીમાં તણાઇ હતી. જે પૈકી એક યુવતીનું મોત થતાં નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામ નજીક આવેલ કોઝ-વેમાં 2 યુવતીઓ પાણીમાં તણાઇ હતી. આ બન્ને યુવતીઓ મોપેડ લઈ કોઝ-વે પરથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન અચાનક બન્ને યુવતીઓ પાણીના પ્રવાહમાં તણાઇ હતી.
બનાવના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં ખેત મજૂરે શેફાલી વસાવા નામની યુવતીને જીવના જોખમે બચાવી લીધી હતી, જ્યારે અન્ય યુવતી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જે બાદ સ્થાનિકોની જહેમતથી અંદાજે દોઢેક કિલોમીટર દૂર અન્ય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, યુવતીનું આકસ્મિક મોત થતાં નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.