અમરેલી : ભાવનગરના હીરા દલાલની હત્યા કરનાર 2 યુવકો સહિત એક સગીરની ધરપકડ, પોલીસે વધુ તપાસ હાથ ધરી...

ભાવનગરના હીરા દલાલનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, ત્યારે હત્યાના ગુન્હામાં સંડોવાયેલા 2 યુવકો સહિત 1 સગીરની અમરેલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update

બાબરામાંથી ભાવનગરના હીરા દલાલનો મૃતદેહ મળ્યો

અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી

હત્યામાં સંડોવાયેલા 2 યુવકો સહિત એક સગીરની ધરપકડ

અમરેલી પોલીસે આરોપીઓને ભાવનગર પોલીસને સોંપ્યા

ભાવનગર પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી

અમરેલી જિલ્લાના બાબરા નજીકથી ભાવનગરના હીરા દલાલનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતીત્યારે હત્યાના ગુન્હામાં સંડોવાયેલા 2 યુવકો સહિત 1 સગીરની અમરેલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 મળતી માહિતી અનુસારભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા અને હીરા બજારમાં હીરાની દલાલીનું કામ કરતા ધીરુભાઈ રાઠોડને શહેરના જ્વેલર્સ સર્કલ નજીકથી અજાણ્યા શખ્સો સાથે બેસાડીને તળાજા ખાતે હીરાના કામે લઈ ગયા હતાજ્યાં તેમની હત્યા કરી નાખવામાં આવી હતીત્યારબાદ 100 કિમીથી વધુ દૂર અમરેલીના બાબરા નજીક તેમના મૃતદેહને જ્યારે સળગાવાઈ રહ્યો હતોત્યારે જ ઘટનાસ્થળે પહોંચેલી અમરેલી પોલીસે નજીકમાંથી કિશન ઉર્ફે કાનો ઘનશ્યામ ચુડાસમામનહર કિશોર ખસીયા અને રાહુલ રમેશ પરમાર નામના 3 શખ્સોની અટકાયત કરી હતી. બાબરા તાલુકાના ધરાઈ ગામ પાસે ફરજ બજાવતા GRD જવાનોને એક શંકાસ્પદ કાર નજરે પડતા પેટ્રોલીંગમાં રહેતી અમરેલી પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી. પોલીસ પેટ્રોલીંગ ટીમને જાણ થતાં જ કૃષ્ણનગરથી દેવળીયા જવાના કાચા માર્ગ પર પોલીસ પહોચી હતીજ્યાં ફોર્ડ કંપનીની એક કાર શંકાસ્પદ મળી આવી હતીઅને તેમાંથી 3 યુવકો પણ મળી આવ્યા હતા. પોલીસે આસપાસ તપાસ કરતા કંઈક સળગતું હોવાનું ધ્યાન પર આવ્યું હતુંજ્યારે નજીક જઈને જોયું તો એક વ્યક્તિનો મૃતદેહ સળગતો હોવાનું માલૂમ પડ્યું હતું. તો બીજી તરફબનાવની જાણ થતાં જ અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઇ સહિતનો પોલીસ કાફલો તપાસ અર્થે ઘટના સ્થળે પહોચ્યો હતો. અમરેલી પોલીસને મૃતદેહ નજીકથી જે ત્રણ લોકો મળી આવ્યા હતા. તેની પ્રાથમિક પૂછપરછ કરતા બનાવના તાર ભાવનગર સાથે જોડાયા હતા. જેથી અમરેલી પોલીસ દ્વારા આ મામલે ભાવનગર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ સાથે જે 3 લોકો મૃતદેહ નજીકથી મળી આવ્યા હતાતેનો કબજો પણ ભાવનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.

Latest Stories