અમરેલી : 200 અને 500ના દરની રૂ. 1.15 લાખથી વધુની બનાવટી ચલણી નોટો સાથે 2 સૌદાગરો ઝડપાયા...

અમરેલીના ભંડારીયા ગામના અમિત માધડ અને ધર્મેશ રાઠોડ સાથે જ 16 વર્ષીય કિશોર કાયદાના સંકજામાં આવ્યો છે.

New Update
અમરેલી : 200 અને 500ના દરની રૂ. 1.15 લાખથી વધુની બનાવટી ચલણી નોટો સાથે 2 સૌદાગરો ઝડપાયા...

અમરેલી જીલ્લામાં બનાવટી ચલણી નોટોના 2 સૌદાગરોને SOG પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં રૂ. 200 અને 500ની જાલી ચલણી નોટો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમરેલીના ભંડારીયા ગામના અમિત માધડ અને ધર્મેશ રાઠોડ સાથે જ 16 વર્ષીય કિશોર કાયદાના સંકજામાં આવ્યો છે. જેઓ બજારમાં ચલણી નોટો વટાવવા નીકળ્યા હોવાની પૂર્વ બાતમીના આધારે અમરેલી SOGની ટીમ દ્વારા 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ. 200ના દરની 83 ચલણી નોટ અને રૂ. 500ના દરની 197 ચલણી નોટો સાથે કુલ 280 ચલણી નોટ મળી રૂ. 1 લાખ 15 હજાર સાથે આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જોકે, પોલીસ પૂછપરછમાં પોપટ બનેલા શખ્સોએ ઇન્સ્ટાગ્રામ ગ્રામ પરથી ફેક કરન્સીની રીલ પર ઝારખંડથી કેશ ઓન ડિલિવરીમાં 50 હજાર આપવા અને સામે 2 લાખની ડુપ્લીકેટ નોટો મેળવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું, ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમ થકી નકલી ચલણી નોટો મંગાવીને માલદાર બનવાના ઇરાદા ધરાવતા શખ્સો હાલ કાયદાના ચૂંગલમાં ફસાઈ ગયા છે.

Latest Stories