અમરેલી : લાઠીના આંબરડી ગામે આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામ ખાતે ભારે પવન સાથે વરસાદ વરસતા આકાશી વીજળી પણ ત્રાટકી હતી, ત્યારે આંબરડી ગામે આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત

New Update

લાઠી તાલુકાના આંબરડી ગામનો ચકચારી બનાવ

ભારે પવન-વરસાદ સાથે આકાશી વીજળી ત્રાટકી

આંબરડીમાં આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત

માતાપુત્ર-પુત્રી સહિત 5 લોકોના મોતથી અરેરાટી

અધિકારીઓ સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામ ખાતે ભારે પવન સાથે વરસાદ વરસતા આકાશી વીજળી પણ ત્રાટકી હતીત્યારે આંબરડી ગામે આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત થયા છે. આંબરડી ગામમાં મૃતકોના પરીવાર પર શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક માહિતી મુજબ કપાસની ખેતીકામ કરી પરત ફરી રહેતા પાંચેય મજૂરોનો આકાશી આફતે જીવ લીધો છેજ્યારે 3 લોકો ગભરાઈ જતા ઢંસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 આ 5માંથી એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હોવાની હાલ વિગત સામે આવી છે. જેમાં 35 વર્ષીય ભારતી સાંથળીયા18 વર્ષીય શિલ્પા સાંથળીયા18 વર્ષીય રૂપાલી વણોદિયા5 વર્ષીય રિદ્ધિ સાંથળીયા અને 5 વર્ષીય રાધે સાંથળીયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નાના એવા ગામમાં એક સાથે 5 લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવના પગલે લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યો હતો.

#Gujarat #died #Amreli #Lathi Gujarat #Ambardi village
Here are a few more articles:
Read the Next Article