અમરેલી:પિપાવાવ પોર્ટ પરથી 90 કિલો હેરોઇન પકડાયું, અત્યાર સુધીમાં ગુજરાત સરહદેથી 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

પિપાવાવ પોર્ટ પર વિવિધ એજન્સીઓની મોટી કાર્યવાહી, 90 કિલો હેરોઇન કબ્જે કરાયું.

New Update
અમરેલી:પિપાવાવ પોર્ટ પરથી 90 કિલો હેરોઇન પકડાયું, અત્યાર સુધીમાં ગુજરાત સરહદેથી 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમરેલીના પીપાવાવ પોર્ટ પર ATS દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં રૂ. 450 કરોડનું 90 કિલો હેરોઇન કબ્જે કરવામાં આવ્યું છે

પીપાવાવ પોર્ટ નજીક ફોરવે પર કોન્ટ્રાન્સ લોજીસ્ટીક કંપનીમાં આયાતી કન્ટેનરો રાખવામાં આવે છે. પોલીસને મળેલી ખાસ સૂચના અનુસાર ગઈકાલે કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યા હતા. જે બાદ કન્ટેનરમાં હાજર માલના નમૂના લઈ તેણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ઉત્તરાયરણમાં દોરીને કલર પીવડાવવામાં આવે છે, એવી જ રીતે સુતળી ઉપર ડ્રગ્સનો ઢોળ ચડાવી ડ્રગ્સની ખેપ કન્ટેનર મારફતે અહી લાવવામાં આવી હતી.

એટીએસને માહિતી મળી કે સુતળીના કન્ટેનરમાં હેરોઇન છે, જે બાદ સયુક્ત કાર્યવાહીમાં 80 થી 90 કિલો હેરોઇન મળી આવ્યું છે.આ હેરોઇનની કિંમત 450 કરોડ થાય છે કંડલા પોર્ટ પર કન્સાઇમેન્ટ પકડવામાં આવ્યા હતા. જેમાં 280 કરોડની કિમંતનું ડ્રગ્સ ઝડપાયું હતું. જે બાદ કંડલા પોર્ટમાં DRI તપાસ કરી રહી છે.205 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો.જોબનસિંહ નામના વ્યક્તિની ઝડપી પાડવામાં આવ્યો હતો જે જોબનસિંહ ઉતરાખંડનો રહેવાસી છે.

ડ્રગ્સ માફિયાઑએ જિપ્સમ પાઉડરના કન્ટેનરની આડમાં ડ્રગ્સ છુપાવ્યું હતું.DGP આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે બોટને જ્યારે ઝડપી ત્યારે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.200 રાઉન્ડ ફાયરિંગ થયું હતું જેમાં બોટના ટંડેલને ઇજા થઇ હતી હાલમાં તે સારવાર હેઠળ છે.NCB અને ATSની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી.જેની તપાસમાં અવતારસિંગ ઉર્ફે સની પકડવામાં આવ્યો. અન્ય બે આરોપી ઝડપાયા છે. દિલ્લી અને મુઝફ્ફરનગરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. બે આરોપી NCB દિલ્લી પાસે છે જેની તપાસ ચાલી રહી છે.


Latest Stories