સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને પદ્મશ્રીનું સન્માન
ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે જાહેરાત
તેઓને સન્માનિત કરવા ગૌરવ સન્માન સમારોહ યોજાયો
મોરારી બાપુના હસ્તે યોજાયો ભવ્ય ગૌરવ સન્માન સમારોહ
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ પદ્મશ્રીનું કરાયું સન્માન
ગુજરાતના સાહિત્યના રત્ન,નિબંધકાર,હાસ્યલેખક અને નિવૃત શિક્ષક રતિલાલ બોરીસાગરને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે,જે ગૌરવમય અવસરને વધાવવા રામ કથાકાર મોરારી બાપુના હસ્તે ભવ્ય ગૌરવ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના સાહિત્યના રત્ન,નિબંધકાર,હાસ્યલેખક અને નિવૃત શિક્ષક રતિલાલ બોરીસાગરને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે,આ ખુશીના અવસરને વધાવવા માટે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હરખની હેલી સાથે ભવ્ય ગૌરવ સન્માન સમારોહ સંત શિરોમણી પૂજ્ય મોરારીબાપુના વરદહસ્તે યોજવામાં આવ્યો હતો.વિશાળ જનમેદની વચ્ચે ધારાસભ્ય મહેશ કસવાળા, લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, સહિતના સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.આ પ્રસંગે સાવરકુંડલા ખાતે વિદ્યા ગુરુ ફાઉન્ડેશન દ્વારા પોતાના ગુરુ શિક્ષક અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.