Connect Gujarat
ગુજરાત

અમરેલી : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાને લઈને અદ્ભુત રંગોળી સહિત શ્રી રામ નામની માનવસાંકળ બનાવાય

દેશભરમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના સાવરકુંડલા ખાતે પણ રામમય વાતાવરણ જોવા મળ્યું છે.

X

અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સાહ ઉમંગ દેશભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે સમગ્ર અમરેલી જિલ્લા સહિત સાવરકુંડલા શહેર જાણે અયોધ્યામય બન્યું હોય તેમ સોળે કળાએ સાજ શણગાર સાથે જોવા મળી રહ્યું છે.

દેશભરમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના સાવરકુંડલા ખાતે પણ રામમય વાતાવરણ જોવા મળ્યું છે. 1 હજાર ફૂટની રામની ધજા અને સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા વિદ્યાર્થીઓએ ઉભા રહીને શ્રી રામ લખી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાળા, ધારાસભ્ય હીરા સોલંકી સાથે દિલીપ સંઘાણીના નાના ભાઈ મુકેશ સંઘાણી સહિતના સંતો-મહંતો દ્વારા સ્વામીનારાયણ ગુરુકૂળથી ભવ્ય રામ રથયાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે જાણે આખું સાવરકુંડલા શહેર રામમય બન્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. લોકોએ ઠેર ઠેરથી રામ રથયાત્રાને પુષ્પવર્ષા કરી વધાવી હતી. આ સાથે જ સાવરકુંડલા શહેર પણ રાત્રિના રોશનીના અદભુત લાઈટ ડેકોરેશનથી સજ્જ જોવા મળી રહ્યું છે. કાર્યક્રમના અંતમાં વડોદરામાં સર્જાયેલી ગંભીર દુર્ઘટના અંગે મૌન પાળવામાં આવ્યું હતું. બાદ રાષ્ટ્રગીત પર સલામી અર્પણ કરવામાં આવી હતી.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સાહ ઉમંગ દેશભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે સોળે કળાએ શણગાર સજેલા સાવરકુંડલાની નાવલી નદીના પટ્ટમાં એક અદ્ભુત રંગોળી તૈયાર કરવામાં આવી છે. આંખોને આંજી દે તેવી અયોધ્યા મંદિરની આબેહૂબ રંગોળી 10 કલાકની જહેમત બાદ તૈયાર કરાય છે. હાથમાં રામ મંદિરની કલાકૃતિ ચિત્ર રાખીને કલર દ્વારા જમીન પર રંગોળીના સર્જકકારે અયોધ્યામાં બિરાજતા ભગવાન રામના રામ મંદીરને કલાકારે લાંબી મહેનત બાદ તૈયાર કરતાં કાબિલેદાદ છે.

સાવરકુંડલાની જમીન પર અયોધ્યાનું રામ મંદિર જોઈને દર્શનાર્થીઓ તો અકલ્પનીય કલાકૃતિની સરાહના કરી રહ્યા છે. જોકે, અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે જ્યારે જવાઈ પણ અત્યારે ઘર બેઠા ગંગા સમાન રામ મંદિર સાવરકુંડલાની ધરતી પર મઢનાર કલાકાર પણ માત્ર ઈશ્વરની કૃપાથી આ કાર્ય કરી રહ્યા છે. રંગોળી પર રામ મંદિર કંડારનારા કલાકાર રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરના પૂજારી છે. રંગોળી પર મંદિરો આબેહૂબ બનાવવાનો શોખ આજે એક મુઠી ઊંચેરા માનવીની જેમ રંગોળી કલાકારે ધન્યતા અનુભવી છે.

જોકે, દરેકના રોમે રોમમાં રામ વસતા હોય, અયોધ્યા જેવી જ અદભુત કલાકૃતિ સાવરકુંડલાની નાવલી નદીમાં આકાર પામી છે, ત્યારે ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના ભાજપના નેતાઓ પણ અયોધ્યાના રામ મંદિરના દર્શન સાવરકુંડલા ખાતે કરીને સાવરકુંડલા રામમાં લિન થયું હોવાનો સનાતની અહેસાસ અનુભવ્યો હતા.

Next Story