Connect Gujarat
ગુજરાત

અમરેલી: વડીયા પંથકમાં ખેતરમાં કામ કરી રહેલ ખેતમજુર પર દીપડાએ કર્યો હુમલો, સારવાર અર્થે ખસેડાયો

વડીયા પંથકમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે.ખેતરમાં કામ કરી રહેલ ખેત મજૂર પર દીપડાએ હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયો હતો.

X

અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે.ખેતરમાં કામ કરી રહેલ ખેત મજૂર પર દીપડાએ હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયો હતો

અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે .વરિયાના અરજણસુખ ગામે ખેત મજૂર પર દીપડાએ હુમલો કરતા દોડધામ મચી જવા પામી હતી.ખેતરમાં કામ કરી રહેલ મજૂર પર દીપડાએ હુમલો કર્યો હતો જેના કારણે ખેત મજૂરને ગંભીર ઇજાઓ પહોંચી હતી અશ્વિન મગન ગોંડલીયા નામના યુવક પર દીપડાએ હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને કાન અને મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી દીપડાના હુમલાથી આસપાસના ખેડૂતો દોડી જતા દીપડો ભાગી ગયો હતો.ઇજાગ્રસ્ત યુવકને વડિયા ખાતે સારવાર અર્થે ખસેડાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં ગતરોજ ધારીના વાવડી ગામે ખેત મજૂર મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. ત્યારે દીપડાના વારંવાર હુમલાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

Next Story