અમરેલી જિલ્લામાંથી શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોટા આસરાણા ગામની શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચારતા પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી છે.
અમરેલી જિલ્લામાંથી શિક્ષણ જગતને ડાઘ લગાડતી દુષ્કર્મની ઘટના સામે આવી છે. શિક્ષકે જ સગીરા સાથે દુષ્કર્મ આચરતા હોવાની ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. શિક્ષકને એક ગુરુ તરીકે માનવામાં આવે છે, પરંતુ શાળાના શિક્ષકે તો હદ વટાવી હતી. શિક્ષક હેવાન બન્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી અનુસાર, મોટા આસરાણા ગામ નજીક આવેલ SOS ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચાર્ય હતું. ડુંગર પોલીસ સ્ટેશનમાં SOS સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા, ત્યારે ડુંગર પોલીસે આરોપી શિક્ષક મોહિત જીંજાળાને બોરડી ગામ ખાતેથી ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હીમકર સિંહની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ ટીમ કામે લાગી હતી.