Connect Gujarat
ગુજરાત

અમરેલી : મહિલા ગ્રાહક ચિતલ નાગરિક બેન્કમાં ભુલી ગઈ 40 ગ્રામ સોનું, જુઓ પછી શું થયું..!

ચિતલ નાગરિક બેન્કની સરાહનીય કામગીરી બદલ મહિલા ગ્રાહકે સૌકોઈનો આભાર માન્યો

X

અમરેલી તાલુકાના ચિતલ ગામે આવેલ ચિતલ નાગરિક બેન્કની મુખ્ય શાખામાં મહિલા ગ્રાહક દ્વારા ભુલાય ગયેલું સોનું પરત કરાતાં ગ્રાહકે બેન્કનો આભાર માન્યો હતો. અમરેલી તાલુકાના ચિત્તલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે, ત્યારે અહીના લોકો મહામહેનતે ભેગી કરેલી સંપતિને પોતાના બેન્ક લૉકરમાં મુકતા હોય છે. જોકે, સાતેક માસ પહેલા બેન્કની એક મહિલા ગ્રાહક બેન્કના લોકરમાં 40 ગ્રામ જેટલા સોનાના ઘરેણાં ભૂલી ગઈ હતી, ત્યારે બેન્કના અધિકારીઓ દ્વારા 240 જેટલા લૉકર ધારકોને આ મામલે તપાસ કરવા માટે જાણ કરવામાં આવી હતી, ત્યારે આ સોનું મળી આવતા નાગરિક બેન્ક ખાતે ભક્તિબાપુ અને બેન્કના અધિકારીઓની હાજરીમાં મહિલા ગ્રાહકને તેનું 40 ગ્રામ સોનું પરત આપવામાં આવ્યું હતું, ત્યારે ચિતલ નાગરિક બેન્કની સરાહનીય કામગીરી બદલ મહિલા ગ્રાહકે સૌકોઈનો આભાર માન્યો હતો.

Next Story