અમરેલી: સાપ અને નોળિયાની અદભુત લડાઈ મોબાઈલ કેમેરામાં કેદ, જુઓ LIVE વિડીયો

અમરેલી જિલ્લાના ખાંભામાં સાપ અને નોળિયા વચ્ચેની લડાઈનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

New Update
અમરેલી: સાપ અને નોળિયાની અદભુત લડાઈ મોબાઈલ કેમેરામાં કેદ, જુઓ LIVE વિડીયો

અમરેલી જિલ્લાના ખાંભામાં સાપ અને નોળિયા વચ્ચેની લડાઈનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વિડીયોની વન વિભાગ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી હતી

અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા તુલસીશ્યામ રેન્જમાં આવેલ હનુમાન ગાળા ગેટ પાસે બાબરપરા રેવન્યુ વિસ્તારમાં સાપ અને નોળિયા વચ્ચે લડાઈ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.રસ્તા વચ્ચે જ સાપ અને નોળિયા વચ્ચે લડાઈ થઈ હતી. જે દ્રશ્યો સ્થાનિક વનવિભાગના આઉટસોર્સ કર્મચારી હિતેશભાઈ ગોંડલીયા દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા.હનુમાન ગાળા દર્શજ જતા લોકોએ પણ આ સાપ અને નોળિયાની લડાઈ 20 મિનિટ સુધી નિહાળી હતી. આ પ્રકારના દ્રશ્યો ભાગ્યેજ જોવા મળતા હોય છે. સાપ અને નોળિયાની આ લડાઈમાં અંતે સાપનો શિકાર કરવામાં નોળિયો સફળ રહ્યો હતો. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલી આ ઘટનાને ખાભા-તુલશી શ્યામ રેન્જ વનવિભાગ દ્વારા પણ પુષ્ટિ આપવામાં આવી હતી.

Latest Stories