લોકસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેર ગેરહાજર રહેતા તેઓ ભાજપમાં જોડાય રહયા છે એવી અટકળો ફરી એકવાર વહેતી થઈ હતી
લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે નેતાઓના બેબાક બોલથી રાજકીય સમીકરણોમાં ગરમાવો આવી જતો હોય છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં ઉડીને આંખે વળગે તેવી બે બાબતો સામે આવી હતી એક તો પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપના નિશાને છે ને ભાજપમાં ભળવાની વહેતી થયેલી અટકળો વચ્ચે જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં અંબરીશ ડેર ગેરહાજર રહેતા ફરી અંબરીશ ડેર ભાજપમાં જવાની અટકળોએ વેગ પકડ્યો છે.આ બેઠકમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંબરીશ ડેર સામાજિક પ્રસંગમાં વ્યસ્ત હોવાનું જણાવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જણાવ્યું હતું.
અંબરીશ ડેરની ગેરહાજરી વચ્ચે પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરની જીભ ફરી લપસી હતી અગાઉ પ્રધાનમંત્રી મોદી વિરૂદ્ધ અશોભનીય ટિપ્પણી કરી હતી તો આ વખતે વીરજી ઠુમ્મરે ગૃહમંત્રી પર આક્ષેપ કર્યો હતો અને કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા