સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાએ માદરે વતનનું ઋણ ચૂકવવા એક બે નહિ પણ ચાર કરોડના સ્વ ખર્ચે આખા ગામને સોલરથી સજ્જ કરવાનો અભિગમ સાર્થક કરવા કમર કસી ઋણ અદા કર્યું છે. આ છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું દુધાળા ગામ. દુધાળા ગામની 1200 આસપાસની વસ્તીમાં 300 મકાનો આવ્યા છે અને દુધાળા ગામના વતની અને સુરત ખાતે વ્યવસાય કરતા ઉધોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના માદરે વતન દુધાળાને આજીવન લોકો યાદ કરે તેવા ધ્યેય સાથે પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ આખા ગામના મકાનોમાં સોલાર સિસ્ટમ ફિટ કરાવવા કમર કસીને હાલ 50 ટકા ઉપરના દુધાળાના ઘરોમાં સોલાર સિસ્ટમ ફિટ કરી દીધી અને જે ઘરમાં 1100 રૂપિયા જેટલું વીજ બિલ આવતું એમાંથી છુટકારો અપાવી દીધો છે.
દુધાળાના એક ઘર દીઠ 800 રૂપિયાથી લઈને 1200 સુધી વિજબીલ આવતા હતા પણ હવેથી એ વિજબીલમાંથી છુટકારો મળશે અને વીજળીના બિલમાંથી બચત થયેલા નાણાં પરિવારના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકે અને સારું શિક્ષણ બાળકોને મળે તેવી ઉમ્મીદો દુધાળા વાસીઓ સોલાર સિસ્ટમ ફિટ કરાવ્યા બાદ ખુશીથી કહી રહ્યા છે. ત્યારે દુધાળામાં સોલાર સિસ્ટમ ફિટિંગની કામગીરી સારી ગુણવત્તાની થઈ રહી હોવાનો PGVCLના નાયબ ઇજનેરે જણાવ્યું હતું