Connect Gujarat
ગુજરાત

અમરેલી : બાબરામાં આંગડીયાકર્મી પર ખુની હુમલો કરી રૂ. 1.02 લાખની લૂંટ ચલાવનાર 5 શખ્સો ઝડપાયા...

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડની લૂંટની ઘટના પરથી પોલીસે પરદો ઊંચક્યો છે.

અમરેલી : બાબરામાં આંગડીયાકર્મી પર ખુની હુમલો કરી રૂ. 1.02 લાખની લૂંટ ચલાવનાર 5 શખ્સો ઝડપાયા...
X

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડની લૂંટની ઘટના પરથી પોલીસે પરદો ઊંચક્યો છે. જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસે 5 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસ જાપ્તામાં નીચી મુંડી રાખીને ઉભેલા આ છે, બાબરાના આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટનાર ટોળકી. આ પાંચેય શખ્સોએ મળી લૂંટ અને ધાડનું કાવતરું રચ્યું હતું. જેમાં 2 પરપ્રાંતીઓ છે અને 3 લોકો સ્થાનિક છે. ગત તા. 1 માર્ચના રોજ રાત્રે આશરે નવ કલાકે આંગડીયા પેઢીનો કર્મચારી પેટ્રોલ પંપ પાસે ઉભો હતો, ત્યારે એક યુવાને માથામાં ધોકો મારી પછાડી દઇ તેના હાથમાંથી થેલો લૂંટી થોડે દૂર મોટરસાયકલ લઈને ઊભેલા અન્ય ઈસમ પાસે જઈ બન્ને મોટરસાયકલ લઈને દરેડ જવાના રસ્તે ભાગી છૂટ્યા હતા. આંગડિયા પેઢીના કર્મચારી વિજયને સરકારી દવાખાને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેના સાથે લૂંટની ઘટના બનતા બાબરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે બાબરા પોલીસ અને અમરેલી એલસીબીએ જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી હતી. આ દરમ્યાન દરેડ નજીક એક બિનવારસી મોટરસાયકલ મળી આવતા પોલીસે તેની નંબર પ્લેટના આધારે માલિકનું નામ શોધી કાઢ્યું હતું. જે માણસ બાબરા પોલીસ ચોકીમાં સવારે પોતાનું મોટરસાયકલ ચોરાયું છે, તેવી ફરિયાદ લખાવવા આવ્યું હતું. પરંતુ તેમની વાતમાં વિસંગતતા હોય જેથી પોલીસના શંકાના ડાયરામાં પહેલેથી જ હતો, ત્યારે 2 આરોપીઓ જાતે જ પોલીસ સ્ટેશને હાજર થયા અને બાકીના 3 આરોપીને પોલીસે દબોચી લીધા હતા. આખરી પૂછપરછ દરમ્યાન લૂંટેલો માલ તેમના મોબાઈલ અને મોટરસાયકલ પોલીસે જપ્ત કરીને ગણતરીના કલાકોમાં જ આ લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

Next Story