Connect Gujarat
ગુજરાત

અમરેલી : ઉનાળાના પ્રારંભે જ લીલીયા પંથકમાં પાણીનો પોકાર, પાણી પુરવઠા કચેરીમાં મહિલાઓનો હલ્લાબોલ…

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠ્યો છે.

X

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠ્યો છે. લીલીયા પંથકના મફત પ્લોટ વિસ્તારમાં સ્થાનિક મહિલાઓએ પાણી મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી લોકોને પીવાનું પાણી નહીં મળતા મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો. પીવાના પાણીની પારાયણને લઈને મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવો કર્યો હતો, જ્યાં કાળજાળ ઉનાળામાં જ પીવાના પાણીની મુશ્કેલીઓથી મહિલાઓએ ત્રાહિમામ થવું પડે છે તે અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ આ મામલે ગામના સરપંચ મહિલાઓના ટોળાને લઈને પાણી પુરવઠાની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં રજૂઆત કરવામાં આવતા તંત્ર દ્વારા 300 મીટરની પાઇપલાઇન ફાળવીને આગામી દિવસોમાં પાણીની પારાયણ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી.

Next Story