Connect Gujarat
ગુજરાત

અમરેલી: બાઢડા ગામ નજીક ઝૂપડામાં નીંદ્રા માણી રહેલ શ્રમજીવીઓ પર ટ્રક ફરી વળી, 8 લોકોના કમકમાટી ભર્યા મોત

સાવરકુંડલાના બાઢડા ગામે ગમખ્વાર માર્ગ અકસ્માત, 8 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત.

X

અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક માર્ગની બાજુ પર નીંદ્રા માણી રહેલ શ્રમજીવીઓ પર ટ્રક ફરી વળતા 8 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂપિયા 4-4 લાખની સહાય આપવાની જાહેરાત સી.એમ.વિજય રૂપાણીએ કરી છે.

અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક મોડી રાત્રીએ 3 વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બાઢડા નજીક રોડની સાઇડમાં આવેલા કેટલાક પરિવારો સૂતા હતા ત્યારે અચાનક ટ્રક આવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તેમણે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી મૃતકોનાં પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને તેમનાં પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મહુવા તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટ્રક ઝૂંપડાં તરફ ધસી ગઈ હતી અને ત્યાર બાદ 8 ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી, જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડાં બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.

Next Story