Connect Gujarat
ગુજરાત

અમરેલી : ગુજરાતનું એક એવું ગામ ભાણીયા કે જ્યાં કોઈ પણ સુવિધાઓ નથી,આવો જોઈએ ગ્રામજનોનું જીવન કેવી રીતે વીતે છે..?

પીવાના પાણીનો ગંભીર પ્રશ્નને લઈને ભાણીયા ગામની મહિલાઓ અને ભણવાની ઉંમરે નાની બાળાઓ અને દીકરીઓ માથે હેલ બેડાઓ લઈને ડંકીએ પાણી ધમતી જોવા મળી હતી.

X

દેશ આઝાદ થયો એને 75 વર્ષ વીતી ગયા હોવા છતાં આજદિન સુધી ગુજરાતનું એક એવું ગામ છે કે ત્યાં હજુ પણ લોકો વીજળી વિના અંધકાર મય જીવન વિતાવી રહ્યા છે ને ના તો એ ગામમાં જવા રોડ રસ્તાની સુવિધાઓથી વંચિત છે.

આ છે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ખાંભા ગીરના છેવાડાનું ભાણીયા ગામ.1200 ની વસ્તી ધરાવતા આ ભાણીયા ગામની કઠણાઈ એ છે કે વનવિભાગના જડ કાયદાઓને કારણે આજ દેશ આઝાદ થયા ના 75 વર્ષ વીત્યા બાદ પણ હજુ ભાણીયા ગામના ગ્રામજનો દયાજનક સ્થિતિમાં જીવી રહ્યા છે.. ભાણીયા ગામ શરૂ થવાના કિલોમીટર દૂરથી જ વનવિભાગની બોર્ડર આવી જાય છે જેથી રોડ રસ્તો બનવાની પરવાનગી મળતી નથી તો જંગલ વિસ્તારમાંથી રોડ રસ્તો ન બનતો હોય ત્યાં નર્મદા ના પાણીની પાઇપ લાઇન તંત્ર નાખવા દેતી નથી તો ગામમાં આજદિન સુધી વીજળી પણ ન હોવાથી ભાણીયા વાસીઓ અંધકારમય જીવન જીવી રહ્યા છે.

ભાણીયા ગામમાં પીવાના પાણીનો એકમાત્ર સોર્સ કૂવો હોય ને આખું ગામ કુવાના પાણી અવેડામા નાખીને પીવાનું પાણી ભરીને ઘર સુધી પહોંચે છે તો પશુ પાલન અને ખેતી કરતા ભાણીયા ગામના સ્થાનિકો જરૂરી પ્રાથમિક સુવિધાઓ વિહોણા હોય ને કાળઝાળ ઉનાળામાં પીવાના પાણીનો ગંભીર પ્રશ્નને લઈને ભાણીયા ગામની મહિલાઓ અને ભણવાની ઉંમરે નાની બાળાઓ અને દીકરીઓ માથે હેલ બેડાઓ લઈને ડંકીએ પાણી ધમતી જોવા મળી હતી.

જીવન જરૂરી એકપણ પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે પાષાણ યુગમાં ભાણીયા વાસીઓ જીવી રહ્યા છે ગેસના બોટલઓ ભાણીયામાં આવતા ન હોવાથી ચૂલા પર મહિલાઓ રસોઈ કરતી નજરે પડી હતી તો વીજળી માટેની માંગણીઓને ધ્યાને લઈને 75 વર્ષ બાદ આજે સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડીયા અને pgvclના અમરેલીના એ.સી.ના વરદ હસ્તે જ્યોતિ ગ્રામની વીજળી ભાણીયા ગામમાં પહોંચડવા માટેની કવાયત શરૂ કરી છે ને 15 દિવસમાં ભાણીયા ગામમાં લાઈટ મળી જવાનો દાવો pgvclના હેડે કર્યો હતો.

ભાણીયા ગામ જંગલની અંદર આવ્યું છે પણ ગામ તળની જમીન સરકારે જાહેર કરી હોવા છતાં આજ 75 વર્ષ બાદ સરકાર માંથી મંજૂરી મળી છે ને pgvcl તંત્ર દ્વારા જ્યોતિ ગ્રામની 24 કલાક વીજળી મળે તે માટે આજથી વિજપોલ ઉભા કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે અને અમરેલી pgvcl એસી દ્વારા 15 થી 20 દિવસમાં ભાણીયા ગામમાં વીજળી મળી જવાનો દાવો કરવામાં આવ્યો છે..

સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા ભાણીયા ગામમાં પીવાના પાણીથી લઈને રોડ રસ્તા નર્મદાનું પાણી પણ દિવાળી પહેલા મળી જવાનો દાવો કરી દીધો હતો. ત્યારે નર્મદાના પીવાના પાણીનો પ્રશ્ન અતિ ગંભીર હોય ને રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ હજુ ક્યારે ભાણીયા વાસીઓને પ્રાપ્ત થાય તે તો સમય જ કહેશે.....

Next Story