અમરેલી: ભાજપના ઉમેદવાર બદલો”, “સમ ખાઈ ને કેજો, ભરત સુતરીયા ચાલે?”,જુઓ ક્યાં લાગ્યા પોસ્ટર

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે,તેમ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. કેટલીક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે વિરોધ જોવા મળી રહ્યો હતો.

New Update
અમરેલી: ભાજપના ઉમેદવાર બદલો”, “સમ ખાઈ ને કેજો, ભરત સુતરીયા ચાલે?”,જુઓ ક્યાં લાગ્યા પોસ્ટર

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર બદલવાના પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયુ છે.

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે,તેમ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. કેટલીક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે વિરોધ જોવા મળી રહ્યો હતો. હવે અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પણ પોસ્ટર લાગ્યા છે.અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. ધારી તાલુકાના દેવળા ગામે રાત્રીના સમયે ભરત સુતરીયા વિરુદ્ધ બેનર લાગ્યા હતા. ભરત સુતરીયાના નામની જાહેરાત બાદ તેમની સામે આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવાર બદલવાની માગ સાથે પોસ્ટર લાગતા ખળભળાટ મચ્યો છે. અમરેલીનો અવાજ, “ભાજપના ઉમેદવાર બદલો”, “સમ ખાઈ ને કેજો, ભરત સુતરીયા ચાલે?” જેવા પોસ્ટર લાગ્યા છે જેના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Latest Stories