અમરેલી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકરો સાથે ટિફિન બેઠક યોજી, વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરાય

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ અમરેલી જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી આવનાર વિધાનસભા ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી

અમરેલી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકરો સાથે ટિફિન બેઠક યોજી, વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરાય
New Update

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ અમરેલી જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી આવનાર વિધાનસભા ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીની મોસમ જોશભેર ખીલી રહી છે, અને દરરોજ રાજકીય આબોહવામાં નવો જ પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે, ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી ભાજપનુ શાસન છે, અને સત્તાવિરોધી લહેર મહત્વનું પરિબળ બની જાય છે. તેવામાં આ વખતે જંગ ફક્ત ભાજપ-કૉંગ્રેસ પૂરતો સીમિત નથી. પરંતુ ત્રીજી રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટી પણ આક્રમક તૈયારીઓ કરી રહી છે.

તેવામાં ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુસર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પાટે આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. અમરેલી એરપોર્ટ પર ભાજપના આગેવાનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ઉસ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રીએ ખાનગી બેઠક યોજી હતી. આ ઉપરાંત ભાજપના 250 જેટલા કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી આવનાર વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પ્રભારી આર.સી.મકવાણા, સાંસદ નારણ કાછડીયા, દિલીપ સંઘાણી, પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા, ડો. ભરત કાનાબાર સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

#Chief Minister #Connect Gujarat #BeyondJustNews #Amreli #Bjp Workers #Bhupendra Patel #assembly elections #tiffin meeting
Here are a few more articles:
Read the Next Article