અમરેલી:CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 27 કરોડના ખર્ચે અમરેલીથી લાલાવદર-લીલિયા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

New Update
અમરેલી:CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 27 કરોડના ખર્ચે અમરેલીથી લાલાવદર-લીલિયા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

અમરેલીના આંગણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમરેલીથી લાલાવદર-લીલિયા ફોરલેન રોડનું રૂ.27 કરોડના ખર્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શાસ્ત્રોકત વિધિ મુજબ અમરેલી રોડ ખાતે ખાતમુહર્ત વિધિ સંપન્ન કરીને સ્થાનિકો જોડે નવા વર્ષની નવી ભેટ સ્વરૂપે 27 કરોડના ખર્ચે ફોરલેન માર્ગ અમરેલીમાં બનવા જઈ રહ્યો છે ત્યારે આ રોડ સુંદર અને સારો બને તેની જવાબદારી અમરેલીવાસીઓને મુખ્યમંત્રીએ સોંપી હતી અને બાદમાં અંતરના ઉમળકાથી ઉપસ્થિત દરેક અમરેલી વાસીઓ જોડે મળ્યા હતા