Connect Gujarat
ગુજરાત

અમરેલી : કપાસની આવક તો વધી, પણ પોષણક્ષમ ભાવો ન વધ્યા : ખેડૂતોમાં વસવશો...

અમરેલી જિલ્લામાં ગામડાઓમાં કપાસની ખરીદી ઓછી થતાં APMCમાં જાહેર હરાજીમાં કપાસની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે.

X

અમરેલી જિલ્લામાં ગામડાઓમાં કપાસની ખરીદી ઓછી થતાં APMCમાં જાહેર હરાજીમાં કપાસની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ ખાતર, બિયારણ અને મજૂરી સહિતની થઈ ગયેલી મોંઘી ખેતીમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળવાનો વસવશો અમરેલી જિલ્લાના ખેડૂતો કરતાં જોવા મળી રહ્યા છે.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું APMC માર્કેટ. અમરેલી અને સાવરકુંડલા APMC માર્કેટમાં કપાસ લઈને આવતા ખેડૂતો મસમોટી કતારો લગાવીને જાહેર હરાજીની રાહ જોઈ રહ્યા છે. હરાજી શરૂ થતા જ ખેડૂતોને મહદઅંશે રાહત હોય તેમ રૂ. 1600 જેવી બોલીથી ભાવ શરૂ થતા હાશકારો જોવા મળ્યો છે. ચૂંટણી પહેલા રૂ. 2000થી 2100 અને 2200 સુધીના મળતા કપાસના ભાવો સામે બજાર ખુલતા જ રૂ. 1500થી 1700ની વચ્ચે ખેડૂતોને કપાસનો ભાવ મળતો હતો. પરંતુ હજુ પણ રૂ. 400થી 500નો ઘટાડો કપાસના ભાવમાં ઓછો મળતો હોવાનો પણ વસવશો અમરેલી જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે.

અમરેલી APMCમાં રૂ. 1170થી લઈને 1700 સુધીના કપાસના ભાવ મળી રહ્યા હોય, ત્યારે સાવરકુંડલા APMCમાં રૂ. 1500થી 1700ની વચ્ચે કપાસના ભાવ મળતા હોય. પરંતુ ખાતર, બિયારણ, મજૂરી અને દવાઓ સહિતની કપાસની ખેતી મોંઘી થતી હોય, જેથી ખેડૂતોને ચૂંટણી પહેલા અને હાલના સમયગાળા દરમિયાન રૂ. 500 રૂપિયા જેવો ભાવ ઘટાડો મળી રહ્યો છે. અહી કપાસ વેચવા આવેલા ખેડૂતો પણ સરકાર પાસે પોષણક્ષમ ભાવો મળે તેવી માંગ કરી રહ્યા છે. અહીના ગામડાઓમાં વેપારીઓ દ્વારા જે કપાસની ખરીદી થતી હતી, તે સાવ ઓછી થઈ હોવાથી APMC સાવરકુંડલા અને અમરેલીમાં 10 હજાર મણ કપાસની આવક વધી છે. પરંતુ જે ભાવો ખેડૂતોને મળી રહ્યા છે, તે રાહતરૂપ હોય તેવું પણ સાવરકુંડલા APMCના સેક્રેટરીએ જણાવ્યું હતું.

Next Story