Connect Gujarat
ગુજરાત

અમરેલી : ધારી-ગીરમાં પીવાના પાણીની મોકાણ, ભર ચોમાસે સર્જાય કપરી પરિસ્થિતિ..!

ભર ચોમાસે ધારી-ગીરમાં પીવાના પાણીની મોકાણ, દૂર દૂર સુધી પીવાનું પાણી લેવા ભટકતી મહિલાઓ.

X

ભર ચોમાસે પીવાના પાણીની મોકાણ અમરેલી જિલ્લાના ધારી-ગીરના ગામડાઓમાં સર્જાય છે, ત્યારે મહિલાઓ અને બાળાઓ બેડાઓ માથે લઈને દૂર દૂર સુધી પીવાના પાણી માટે ભટકી રહી છે. જોકે, સરકાર આવી કપરી પરિસ્થિતિમાં પણ છેવાડાના લોકોને પીવાનું પાણી પૂરું કરી શકતી ન હોવાથી જાયે તો જાયે કહા જેવી સ્થિતિ સર્જાય છે.

આ છે, ધારી-ગીરના ખીચા ગામનું દ્રશ્ય... નાના કુવામાંથી મહિલાઓ અને નાની બાળાઓ પાણી સીંચી સીંચીને ભરી રહી છે. પીવાના પાણી માટે આ ભર ચોમાસે લાંબી લાઈનો અહીની મહીલાઓ લગાવીને બેઠી છે, જ્યારે નાના કુવામાં મહિલાઓને પીઠ વાંકી કરીને અંદર જઈ પાણી સીંચી સીંચીને ભરવાની મજબૂરી છે, ત્યારે આવી પરિસ્થિતિ થઈ હોય ત્યારે તાઉતે વાવાઝોડું વીત્યાના આટલા મહિના બાદ પણ લાઈટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ ન થઈ હોવાનો વસવસો ખીચા ગામની મહિલાઓ વ્યક્ત કરી રહી છે.

ગીરના જંગલને અડીને આવેલ ખીચા ગામ નજીક ઘણા વન્ય પ્રાણીઓનો વસવાટ કરી રહ્યા છે, ત્યારે પીવાના પાણી વન્ય પ્રાણીઓ પણ ભટકી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અહીના સ્થાનિકોને કુવામાંથી મળતું પીવાનું પાણી પણ જીવજંતુવાળું હોવા છતાં આ પાણી પીવાની મજબૂરી છે. મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે ખીચા ગામની વાસ્તવિકતા અલગ હોવાનું અહીની સ્થાનિક મહિલાઓએ જણાવ્યુ હતું.

Next Story