અમરેલી : જિલ્લા કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક યોજાઈ,સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ કવાયત શરૂ કરવામાં આવી છે.આ અંગે કારોબારી બેઠક પ્રતાપ દુધાત અને જેનીબેન ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને યોજાઇ....

New Update
  • કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠકનું કરાયું આયોજન

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અંગે મળી બેઠક

  • મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

  • પ્રજહિતમાં કામ કરવા માટે જિલ્લા પ્રમુખનો અનુરોધ

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ થવા હાકલ  

અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ કવાયત શરૂ કરવામાં આવી છે.આ અંગે કારોબારી બેઠક પ્રતાપ દુધાત અને જેનીબેન ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. 

અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી નેતા પ્રતાપ દુધાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કમર કસવાનું શરૂ કર્યું હતું.મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોને સાંભળ્યા બાદ કોંગી નેતા પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે પ્રજાની આંખમાં આંખ મિલાવીને વાત કરીએ એ પણ આપણી જીત છે,અને સત્તા હોય કે ન હોય પરંતુ પ્રજાહિતમાં કામ કરવા માટે અનુરોધ કર્યો હતો.વધુમાં તેઓએ કાર્યકર્તાઓને હારનો ડર ભૂલી જઈને આળસ દૂર કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ થઈ જવા માટે હાકલ કરી હતી.

કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત લડવાનો પણ હુંકાર પ્રતાપ દુધાતે કર્યો હતો.બાદ હાથમાં બેનર પ્લે કાર્ડ સાથે ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કરતા પ્રતાપ દુધાતજેનીબેન ઠુમ્મર સહિતના કોંગી નેતાઓ રાજકમલ ચોકમાં પહોંચ્યા હતા.અને નેશનલ હેરાલ્ડ કેસમાં સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને નામદાર કોર્ટ દ્વારા ક્લીનચીટ મુદ્દે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી.

Latest Stories