/connect-gujarat/media/post_banners/ac6b25fcf3dc1a4288e66a7c9890658c5d078d06523fb938dc98a37455452a2f.jpg)
બળબળતા ઉનાળામાં 46 ડીગ્રી તાપમાનમાં ગામડાઓની શેરીઓ સુની થઈ જાય છે, પણ એક શ્વાનના આંતકથી આખું ગામ સુનકાર થઈ જાય તેવું તમે ક્યારે સાંભળ્યું નહીં હોય, ત્યારે અમે તમને બતાવીશુ અમરેલી જિલ્લાનું એક એવું ગામ કે, જ્યાં એક શ્વાનના આંતકથી આખેઆખું ગામ સુનકાર ભાસી રહ્યું છે... જુઓ આ અહેવાલમાં...
આ છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું સુડાવડ ગામ. સુડાવડ ગામની વસ્તી 1900 જેટલી છે. આ ગામમાં છેલ્લા 2-3 દિવસથી એક શ્વાનનો આંતક જોવા મળ્યો છે. જેમાં આ શ્વાને 7થી 8 વ્યક્તિઓને બાચકા ભરી લેતા ગામમાં શ્વાનના ત્રાસથી બહાર નીકળતા પણ સુડાવડના વાસીઓ ડરી રહ્યા છે. શ્વાનનો આતંક એટલો વધી ગયો છે કે, શ્વાન કોઈપણ વ્યક્તિને જુએ તો બચકું ભરવા દોડે છે, અને નાના-નાના ભૂલકાઓને પણ આ શ્વાને નથી છોડ્યા. સુડાવડમાં એટલી હદે શ્વાનનો આંતક જોવા મળી રહ્યો છે કે, નાના એવા ગામમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે.
જોકે, નાના એવા સુડાવડ ગામમાં શ્વાનનો આંતક એવો સર્જાયો છે કે, જ્યારે શ્વાન શ્વાન કરડે તો ઇજાગ્રસ્તોને ઈન્જેકસનો પણ વહેલા નથી મળતા. બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઈન્જેકસનો ન હોવાથી શ્વાનથી ત્રસ્ત થયેલા ઇજાગ્રસ્તોને ના છૂટકે અમરેલી સુધી ધક્કો ખાવાનો વારો આવે છે. આવી મજબૂરીઓ સામે સુડાવડ વાસીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, ત્યારે મત માંગવા આવતા નેતાઓ ચૂંટણી સમયે દેખાતા હોય છે, પણ એક શ્વાનથી આખેઆખું ત્રસ્ત ગામ પ્રત્યે નેતાઓ હાલ ઉદાસીનતા દાખવી રહ્યા છે, ત્યારે આપના નેતાએ ગામની મુલાકાત લઈ વિકાસની વાતો કરતી રયા સરકાર સામે છેવાડાના ગામને શ્વાનના ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી છે.