અમરેલી : ચિઠ્ઠી ઉછાળીને લીલીયા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય, પ્રમુખ પદે ભાજપ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસના ઉમેદવારની વરણી...

એકમાત્ર કોંગ્રેસ શાસિત લીલીયા તાલુકા પંચાયતમાં ચિઠ્ઠી ઉછાળી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા ભારે રસાકસી જોવા મળી હતી.

New Update
અમરેલી : ચિઠ્ઠી ઉછાળીને લીલીયા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય, પ્રમુખ પદે ભાજપ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસના ઉમેદવારની વરણી...

અમરેલી જિલ્લામાં એકમાત્ર કોંગ્રેસ શાસિત લીલીયા તાલુકા પંચાયતમાં ચિઠ્ઠી ઉછાળી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા ભારે રસાકસી જોવા મળી હતી. જેમાં લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ આવતા ભાજપે કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયત આંચકી લીધી છે.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં રસાકસી જોવા મળી હતી. 16 સદસ્યોની સંખ્યામાં 8 કોંગ્રેસના અને 8 ભાજપના સભ્યોની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ચીઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપના ગીતા નાકરાણી, જ્યારે ઉપપ્રમુખ પદે કોંગ્રેસના જગદીશ દેથલીયાની વરણી કરવામાં આવી હતી. જોકે, અમરેલી જિલ્લામાં એકમાત્ર લીલીયા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે, ત્યારે હવે પ્રમુખ પદે ભાજપ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ લીલીયા તાલુકા પંચાયતનું સુકાન સંભાળશે. જેથી કહી શકાય કે, લીલીયા એકમાત્ર કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં હવે ભાજપનો ભગવો લહેરાયો છે.

Latest Stories