Connect Gujarat
ગુજરાત

અમરેલી : નેટ હાઉસ પદ્ધતિથી બરવાળા બાવીશીના ખેડૂતે કરી બતાવી કાકડીની સફળ ખેતી...

ગુજરાતના ખેડૂતો હવે પોતાની આવક બમણી કરવા માટે સક્રિય થયા છે. ખેતીની પદ્ધતિમાં બદલાવ કરીને પ્રગતિશીલ ખેડૂતો સફળતા પણ મેળવી રહ્યા છે

X

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી ગામના પ્રગતિશીલ ખેડૂતે નેટ હાઉસની ખેતી પદ્ધતિથી મોટા પ્રમાણમાં કાકડીનું વાવેતર કરી સોનેરી સફળતાનો સ્વાદ ચાખ્યો છે.

ગુજરાતના ખેડૂતો હવે પોતાની આવક બમણી કરવા માટે સક્રિય થયા છે. ખેતીની પદ્ધતિમાં બદલાવ કરીને પ્રગતિશીલ ખેડૂતો સફળતા પણ મેળવી રહ્યા છે, ત્યારે અમરેલીના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી ગામના પ્રગતિશીલ ખેડૂત રજની નાકરાણીએ પહેલા ગ્રીન હાઉસ અને હવે નેટ હાઉસની ખેતી પદ્ધતિથી કાકડીનું સફળ વાવેતર કરી બતાવ્યુ છે. ખેડૂત રજની નાકરાણીને પ્રથમ વર્ષે જ આ પદ્ધતિથી ઓછા પાણીએ વધુ ઉત્પાદન તેમજ સારી આવકની થવાની આશા છે. તેઓએ 10 વર્ષ અગાઉ ગ્રીન હાઉસ પદ્ધતિથી ખેતી શરૂ કરી હતી. જોકે, તેઓને મિત્રએ ઈઝરાયેલમાં ગ્રીન હાઉસ ખેતી પદ્ધતિ નિહાળ્યા બાદ આ જ પ્રમાણે ખેતી કરવા માટે સૂચન કર્યું હતું. ત્યારબાદ પુણે અને બેંગ્લુરુ સહિતના વિસ્તારોમાં કાર્યરત ગ્રીન હાઉસની મુલાકાત લઈ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. જોકે, નેટ હાઉસ તૈયાર કરવા માટે ખેડૂતને બાગાયત વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની 65 ટકા જેટલી સહાય મળી છે. ખેતી માટે થતા ખર્ચ સામે પહોંચી વળવામાં આ સહાય થકી અમને આર્થિક રીતે મદદ મળી છે. 1 એકરમાં 4 હજાર ચોરસફૂટના 2 નેટ હાઉસ તૈયાર કર્યા છે. ખેડૂત રજની નાકરાણીએ જણાવ્યુ હતું કે, જો કોઈ ખેડૂત નેટ હાઉસ પદ્ધતિથી કાકડી વાવે તો તેને પારંપરિક પદ્ધતિ કરતાં ઘણા ઓછા પાણીની જરૂર રહે છે. ફક્ત 20 ટકા પાણીમાં જ સારી રીતે વધુ ઉત્પાદન સાથે સારી એવી આવક પણ મેળવી શકાય છે.

Next Story