અમરેલી: ચણાના પાકમાં રોગના કારણે પાક ઓછો ઉતરવાની ખેડૂતોને દહેશત

આ વર્ષે અંદાજિત 1લાખ 70 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.જિલ્લાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી શિયાળુ વાવેતરમાં ચણા પર વધુ પસંદગી ખેડૂતો ઉતારી છે

અમરેલી: ચણાના પાકમાં રોગના કારણે પાક ઓછો ઉતરવાની ખેડૂતોને દહેશત
New Update

રવિપાકમાં આ વર્ષે અમરેલી જિલ્લામાં ચણાનું મબલખ વાવેતર થયું છે પણ ખેડૂતોની કરમની કઠણાઈ છે કે સાવરકુંડલા પંથકમાં ચણાના વાવેતરમાં સુકા નામનો રોગ આવતા ચણાના પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતોની પરસેવાની કમાણી પર પાણી ફરી વળે એવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે.

અમરેલી જિલ્લામા આ વર્ષે અંદાજિત 1લાખ 70 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.જિલ્લાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી શિયાળુ વાવેતરમાં ચણા પર વધુ પસંદગી ખેડૂતો ઉતારી છે ત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતો ચણાનું વાવેતર કર્યું છે.આ વખતે પણ જિલ્લામાં 55% કરતાં વધુ વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે.રાજ્ય સરકાર દ્વારા પણ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેના કારણે ખેડૂતોને ભાવ સારા મળી રહે છે અને ચણાનું ઉત્પાદન પણ સારું એવું મળી રહે છે સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામના ખેડૂતો રવિ પાકના વાવતેરમાં વધુ ચણાનું વાવેતર કર્યું છે.કર્મની કઠણાઈ આ વર્ષે આદસંગ ગામના ખેડૂતોને ચણાના પાકમાં સૂકા નામનો રોગ આવવાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.ચણા પાક ઉપર આવતા સૂકો નામનો રોગ લાગવાના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સેવાય રહી છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Amreli #farmers #crops #failure #disease i #chickpea crop
Here are a few more articles:
Read the Next Article