Connect Gujarat
ગુજરાત

અમરેલી : ખેડૂતને રૂ. 25 લાખનું રોકાણ કરાવી દર વર્ષે રૂ. 25 લાખ નહીં અપાતાં છેતરપીંડી આચરનાર મહારાષ્ટ્રના શખ્સની ધરપકડ

X

રૂ. 25 લાખનું રોકાણ કરાવી ખેડૂતને અપાય લાલચ

દર વર્ષે રૂ. 25 લાખ ખેડૂતને નહીં મળતા ભાંડો ફૂટ્યો

છેતરપીંડી આચરનાર મહારાષ્ટ્રના શખ્સની ધરપકડ

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ખેડૂતે તારીખ ૨૯/૦૭/૨૦૨૩ના રોજ તાલુકા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે, એ.એસ.એગ્રી એન્ડ એક્વા એલ.એલ.પી. કંપની દ્વારા વર્ટિકલ ટરમરીક ફરમેકર પ્રોજેક્ટ કરવાના નામે રૂ. 25 લાખનું રોકાણ કરાવી દર વર્ષે રૂ. 25 લાખ ખેડૂતને આપવા જણાવ્યું હતું.

ખેડૂત ચિરાગ ગંગડિયાએ વર્ષ 2021માં રોકાણ કર્યું હતું. પરંતુ 2022 અને 23 આમ 2 વર્ષ પૂરા થવા છતાં તેઓને કોઈ રકમ મળી નહીં હોવાનું જણાવ્યું હતું. મૂળ રકમ પણ પરત કરવામાં આવી ન હતી. જેને લઇ તેઓએ એ.એસ.એગ્રી એન્ડ એક્વા એલ.એલ.પી. કંપની વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં મહારાષ્ટ્રના 3 ઇસમો સંદેશ કમકર, સુશાંત ગાવડે અને હર્ષદ ઓઝેના વિરુદ્ધ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી હતી. જેમાંથી સંદેશ કમકરની ધરપકડ કરી લેવામાં અમરેલી તાલુકા પોલીસને સફળતા મળી છે, જ્યારે અન્ય 2 આરોપી મહારાષ્ટ્ર જેલમાં છે, જેને અમરેલી લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, નાગપુર અને ગુજરાત સહિત કુલ 5 રાજ્યમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં 5 હજારથી વધુ લોકો ફસાઈ ચુક્યા છે, અને લગભગ 100 કરોડથી વધારે રૂપિયાનું ફ્રોડ આચરી લોકોને ટાર્ગેટ કર્યાનું અનુમાન છે, ત્યારેહાલ તો પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

Next Story