Connect Gujarat
ગુજરાત

અમરેલી : બાબરા તાલુકાના 4 ગામોના ખેડૂતોને પિયતનું પાણી ના મળતા કેનાલમાં રામધૂન બોલાવી...

4 ગામોના ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી ના મળતા ખેડૂતોએ કેનાલમાં રામધૂમ બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

X

અમરેલી જિલ્લાના બાબરાના 4 ગામોના ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી ના મળતા ખેડૂતોએ કેનાલમાં રામધૂમ બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

અમરેલી જિલ્લાના બાબરાના દરેડ સહિતના ચાર ગામના ખેડૂતોને શિયાળું વાવેતર માટે કેનાલમાં પાણી છોડવા માટે માંગણી કરી છે. પરંતુ તંત્રને અનેક રજૂઆત બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતા અંતે ખેડૂતોની ધીરજ ખુટી હતી અને દરેડ ગામે કેનાલમાં રામધૂન બોલાવી તંત્ર સામે વિરોધ નોંધાવી શિયાળું વાવેતર માટે કેનાલમાં પાણી છોડવા માટે માંગણી કરી હતી. કરીયાણા, માધુપુર, દરેડ અને ખાખરીયાના ખેડૂતોને શિયાળુ પાક માટે પાણીની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. ત્યારે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોવા છતાં પણ તંત્ર કેનાલમાં પાણી છોડતું નથી.

ગામ લોકોની અનેક રજૂઆત બાદ પણ ખેડૂતોની માંગણી સંતોષવામાં આવતી નથી. અને કેનાલની સફાઈ કામગીરી પણ ધીમી ચાલી રહી છે. ત્યારે શિયાળું વાવેતરની શરૂઆત થઈ ગઇ છે. જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો જેથી ખેડૂતોએ કેનાલમાં રામધૂન બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે ખેડૂતોને કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી હતી.

Next Story