Connect Gujarat
ગુજરાત

અમરેલી: મહુવા જેતપુર હાઇવેના કામમાં ગેરરીતિના આક્ષેપ સાથે ખેડૂતોનું બેનર લઈ વિરોધ પ્રદર્શન

અમરેલી જિલ્લામાથી પસાર થતા મહુવા જેતપુર હાઇવેના કામનો સર્વે ચાલી રહ્યો હતો તેવા સમયે તેનો રૂટ બદલી સાંસદ અને તેના સગાઓની જમીનમાથી રોડનો પ્લાન કરી

X

અમરેલી જિલ્લામાથી પસાર થતા મહુવા જેતપુર હાઇવેના કામનો સર્વે ચાલી રહ્યો હતો તેવા સમયે તેનો રૂટ બદલી સાંસદ અને તેના સગાઓની જમીનમાથી રોડનો પ્લાન કરી અને આ જમીન બિનખેતી કરાવી લેવાનુ કૌભાંડ ગાજયા બાદ હવે ઓળીયા અને ચરખડીયા ગામના ખેડૂતોએ રાષ્ટ્રના કરોડોના નાણા ચાઉં થાય તે પહેલા નેશનલ હાઇવેને મુળ સ્થિતિએ જ રાખવા પ્રધાનમંત્રી સમક્ષ દાદ માંગી છે.

અમરેલીના ઓળીયા અને ચરખડીયા ગામના ખેડૂતોએ આ મુદે અનોખુ વિરોધ પ્રદર્શન યોજયુ હતુ. અને ખેડૂતોએ પોતાના વાડી ખેતરોમા જ બેનરો પ્રદર્શિત કર્યા હતા. ખેડૂતોના પેટ કપાયા છે અને સાંસદનુ પેટ ભરાયુ છે તેવા આક્ષેપ સાથે સીમમા મોટી સંખ્યામા ખેડૂતો એકઠા થયા હતા અને પોતાના લહેરાતા પાક વચ્ચે ઉભા રહી બેનરો પ્રદર્શિત કર્યા હતા. તેમણે આ મુદે પ્રધાનમંત્રીને લેખિત રજુઆત કરી છે. હાલમા મહુવા જેતપુર રોડ ચરખડીયા ઓળીયા ગામમાથી પસાર થાય છે.

નેશનલ હાઇવે બનાવવા જાહેરનામુ બહાર પાડી સર્વે શરૂ કરાયા બાદ સાંસદે આ બંને ગામમા રોડ બાયપાસ કરાવ્યો હતો અને આ બાયપાસ રોડ સાંસદ અને તેના સગા અને મળતીયાની જમીનમાથી ચાલે છે. હદ તો એ વાતની છે કે જાહેરનામુ બહાર પાડયા બાદ જયાંથી નેશનલ હાઇવે ચાલવાનો છે તે જમીન તાબડતોબ બિનખેતી કરી નાખવામા આવી છે જેથી સંપાદન વખતે તેનુ ત્રણ ગણુ વળતર મળે. સાંસદ તરીકે સરકારનો બાયપાસ કયાંથી ચાલવાનો છે તે વાત ગોપનીય રાખવાના બદલે સાંસદે પોતાની અને ભાઇઓની જમીન બિનખેતી કરાવી હતી. જે માત્ર કરોડોની રકમ મેળવવા માટેનુ કાવતરૂ હતુ તેવો આક્ષેપ કરી આ ખેડૂતોએ નેશનલ હાઇવેને મુળ સ્થિતિએ રાખવા રજુઆત કરી છે.

Next Story