અમરેલી:જિલ્લા કલેક્ટરને ધાતરવડી ડેમ બચાવવા માટે ખેડૂતોની રજૂઆત

રાજુલામાં ભાક્ષી ગામ પાસે ખેડૂતો માટે જીવાદોરી સમાન ધાતરવડી ડેમ છે,જે ડેમની આસપાસમાં મહાકાય ક્વોરી લીઝ આવેલી છે.જે ક્વોરીમાં બ્લાસ્ટિંગ થવાના કારણે ડેમ પર જોખમ ઉભું થઇ રહ્યું છે

New Update
Advertisment
  • રાજુલાના ધાતરવડી ડેમ સામે ઉભુ થયુ  જોખમ

  • ડેમ ખેડૂતો માટે છે જીવાદોરી સમાન 

  • ક્વોરી લીઝમાં બ્લાસ્ટિંગથી ડેમ સામે જોખમ

  • ખેડૂતોમાં કવોરીની કામગીરીથી રોષ

  • ડેમની સુરક્ષા માટે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર 

Advertisment

 

 અમરેલી જિલ્લાના રાજુલામાં ભાક્ષી ગામ પાસે ઘાતવરડી ડેમ-1 સમગ્ર પંથકના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે,અને ડેમ 100 ટકા ભરેલો છે. બાજુમાં 2 મહાકાય ક્વોરી લીઝમાં બ્લાસ્ટિંગ થવાથી ડેમ ઉપર જોખમ ઉભું થઇ રહ્યું છે. જે અંગે ડેમ બચાવવા માટે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

અમરેલી જિલ્લાના રાજુલામાં ભાક્ષી ગામ પાસે ખેડૂતો માટે જીવાદોરી સમાન ધાતરવડી ડેમ છે,જે ડેમની આસપાસમાં મહાકાય ક્વોરી લીઝ આવેલી છે.જે ક્વોરીમાં બ્લાસ્ટિંગ થવાના કારણે ડેમ પર જોખમ ઉભું થઇ રહ્યું છે,ત્યારે આ ઘટનાથી ચિંતિત ખેડૂતો અને ગામના સરપંચમાં રોષની લાગણી પ્રસરી છે.

અગાઉ લેખિત અને મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહિ મળતા મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અમરેલી કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા,અને ધાતવરડી ડેમ બચાવો ભાઈ બચાવોના સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીમાં પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

Latest Stories