અમરેલી : એશિયાટિક સિંહના 2 નખ તેમજ કાળિયાર હરણના ચામડા સાથે વન વિભાગે કરી એક શખ્સની ધરપકડ…

બાતમીના આધારે વન વિભાગ દ્વારા સીમરણ ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં એક શખ્સને વન વિભાગે એશિયાટિક સિંહના 2 નખ તેમજ કાળિયાર હરણના ચામડા સાથે ઝડપી પાડ્યો

New Update
amreli

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાંથી એશિયાટિક સિંહના 2 નખ તેમજ કાળિયાર હરણના ચામડા સાથે વન વિભાગે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાંથી વન વિભાગને મોટી સફળતા હાથ લાગી છે. પૂર્વ બાતમીના આધારે વન વિભાગ દ્વારા સીમરણ ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતાજ્યાં વાલજી વાસુર માતંગ નામના આરોપીને વન વિભાગે એશિયાટિક સિંહના 2 નખ તેમજ કાળિયાર હરણના ચામડા સાથે ઝડપી પાડ્યો હતો.

 જોકેવન વિભાગના હાથે ઝડપાયેલ આરોપીએ સિંહનો શિકાર કર્યો છે કે કેમ તે દિશામાં વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેગીરના શાન ગણાતા એશિયાટિક સિંહના 2 નખ તેમજ જૂનવાણી સમયના વન્યપ્રાણી કાળિયાર હરણનું ચામડું મળી આવતા વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ વધુ તેજ કરવામાં આવ્યો છે.