/connect-gujarat/media/post_banners/ef2a09e96d1b22ff5bf73adedb4f7754252309efb5dc7c3ea0347ff8b9e3f761.jpg)
અમરેલી જિલ્લાના આંગણે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અમરેલીના મહેમાન બન્યા હતા. સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા ભાજપનું બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જ્યાં અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બાબરિયા સહિતના 25થી વધુ યુથ કોંગ્રેસના કાર્યકરોએ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ લોકસભાની 543 બેઠકોમાંથી 500 બેઠક પાર કહીને બફાટ કર્યો હતો, જ્યારે ભાજપનું સૂત્ર 400 કે પાર અને 5 લાખની લીડની જગ્યાએ 500 પાર ભરત સુતરીયા બોલી જતાં ભરી સભામાં ઘડીભર હાસ્ય પ્રસરી ગયું હતું. આ પ્રસંગે અમરેલી જિલ્લા ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, કૌશિક વેકરીયા, હીરા સોલંકી, જનક તળાવીયા, જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉસ્પથીત રહ્યા હતા.