Connect Gujarat
ગુજરાત

અમરેલી: 6 આરોપી સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો, 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અમરેલીના બાબરા ગામ નજીક થોડા દિવસો પહેલા ઇન્ડિયન આર્મીના નિવૃત કર્નલ ઉપર હુમલો કરનારા 6 આરોપી સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો હતો.

X

અમરેલીના બાબરા ગામ નજીક થોડા દિવસો પહેલા ઇન્ડિયન આર્મીના નિવૃત કર્નલ ઉપર હુમલો કરનારા 6 આરોપી સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતા સમજી અમરેલી એસપીએ સીટની રચના કરી 4 આરોપીને ઝડપી લીધા હતા

અમરેલી સહિત અલગ અલગ જિલ્લાઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર ગંભીર ગુન્હાઓ આચરતી સંગઠીત ટોળકી અમરેલી જિલ્લામાં થોડા દિવસો પહેલા ગુન્હો આચરતા સમગ્ર ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા આ ટોળકી વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઇઝડ ક્રાઇમ એક્ટ 2015 અધિનયમ અંતર્ગત 6 લોકો સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી 4 લોકોની ધરપકડ કરી જેમાં અમરેલી,બોટાદ, રાજકોટ, જિલ્લામાં ગેંગ બનાવી મંડળી રચી ખૂનની કોશિશ સામાન્ય પ્રજાને ધાક ધમકી આપી મારામારી કરી કોન્ટ્રાકટ પડાવી લેવાના તથા ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુન્હાઓ આચરતી ટોળકી વિરુદ્ધ જરૂરી રેકડ અને પુરાવા એકત્ર કરી ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર સમક્ષ રજુ કરતા મંજુરી મેળવી રાજય સરકાર તરફે ફરિયાદ આપી ગુન્હો નોંધવામાં આવ્યો છે.જેમાં 4 આરોપીની ધરપકડ અન્ય 2 આરોપીની શોધખોળ હાથ ધરી છે.આરોપી શિવકુ ગોવાળીયા,રાજ ગોવાળીયા,હરેશ ગીડા,મંગળુ ગોવાળીયા સહિત ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અન્ય બે આરોપી પકડવાના બાકી છે

Next Story