Connect Gujarat
ગુજરાત

અમરેલી : નકલી સાધુનો સ્વાંગ રચી ખેડૂત પાસેથી રૂ. 21 લાખ રોકડ-દાગીના ઉલેચનાર 3 ધુતારા ઝડપાયા

આ છે અમરેલી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી, જ્યાં નીચી મુંડી કરીને બેસેલા ત્રણેય આરોપીઓ અગાઉ નકલી સાધુ બન્યા હતા.

અમરેલી : નકલી સાધુનો સ્વાંગ રચી ખેડૂત પાસેથી રૂ. 21 લાખ રોકડ-દાગીના ઉલેચનાર 3 ધુતારા ઝડપાયા
X

અમરેલી જિલ્લાના કાચરડી ગામે થોડા દિવસ અગાઉ રૂપિયા 21 લાખ રોકડા અને 15 ગ્રામ સોનાની છેતરપિંડી કરનાર 3 નકલી સાધુ બનીને આવેલા ઇસમોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ છે અમરેલી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી, જ્યાં નીચી મુંડી કરીને બેસેલા ત્રણેય આરોપીઓ અગાઉ નકલી સાધુ બન્યા હતા. અમરેલીના દામનગર તાબાના કાચરડી ગામે થોડા દિવસ પહેલા ધીરુ કુકડીયા નામના ખેડૂત પાસેથી સાધુનો વેશ ધારણ કરી 3 ઈસમોએ ભિક્ષા માંગી પણ ભિક્ષાના પૈસા ખિસ્સામાં ન હોવાથી નકલી સાધુઓએ ખેડૂત ધીરુ કુકડિયાના ખિસ્સામાંથી રૂપિયા કાઢી આપવાનો ચમત્કાર બતાવી વશમાં કર્યા હતા. બાદ મોબાઈલ નંબર લઈને ખેડૂતને રાજકોટ કર્જમાંથી મુક્ત કરવા રાજકોટ નજીક બોલાવીને ચમત્કારથી એક પેટીમાં 10 કરોડ રૂપિયા આવી જવાની લાલચ આપીને પૈસા ખંખેરવાનું નકલી સાધુઓએ પ્રપંચ શરૂ કર્યું હતું. જમીન પર ચાદર પાથરીને 500 અને 100ની ચલણી નોટોનો ઢગલો કરી બતાવતા ખેડૂત ધીરુ કુકડિયા કરોડપતિ બનવાની આશાએ નકલી સાધુના શીશામાં ઉતરી ગયા હતા. એ સમયે એક સાધુએ ખાલી પેટી ખેડૂતને તાળું મારીને આપી તેમાં 10 કરોડ આવી જવાની લાલચ આપી હતી. તો બીબી તફર, કટકે કટકે રૂપિયા 21 લાખ રોકડા અને એક રુદ્રાક્ષની સોને મઢેલી માળા તેમજ એક ચેઇન મળી 15 ગ્રામ સોનું પણ આ ઇસમોએ ખંખેરી લીધું હતું. ત્યારબાદ ધીરુ કુકડિયાને પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં દામનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે અમરેલી LCBએ જુદી જુદી ટીમ બનાવી ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે, નકલી સાધુ બનીને ખેડૂત સાથે છેતરપીંડી કરનાર ટપ્પાનાથ બાંભણિયા, જાનનાથ પરમાર અને તુફાનનાથ પરમાર રાજકોટ જિલ્લાના મોરબી અને વાંકાનેર વિસ્તારના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Next Story