Connect Gujarat
ગુજરાત

અમરેલી : મહામૂલા સિંહોને બચાવવા નવતર પહેલ, લીલીયા-પીપાવાવ પોર્ટ સુધી રેલ્વે ટ્રેક પર વોચ ટાવરો ઉભા કરાયા...

અમરેલી જિલ્લાના લીલીયાથી પીપાવાવ પોર્ટ સુધીના રેલ્વે ટ્રેક પર ટૂંકા ગાળામાં 7 સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટ્યા છે,

X

અમરેલી જિલ્લાના લીલીયાથી પીપાવાવ પોર્ટ સુધીના રેલ્વે ટ્રેક પર ટૂંકા ગાળામાં 7 સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટ્યા છે, ત્યારે અમરેલી વનવિભાગ દ્વારા સિંહોને બચાવવા માટે નવતર અભિગમ અપનાવાયો છે. 55 કિલોમીટર સુધીના રેલ્વે ટ્રેકની આજુબાજુમાં 8 વોચ ટાવરો ઉભા કરવામાં આવ્યા છે.

આ છે અમરેલી જિલ્લાનો સુરેન્દ્રનગર પીપાવાવ રેલ્વે ટ્રેક… દેશમાં એશિયાટીક સિંહો એકમાત્ર ગુજરાતમાં જ જોવા મળે છે, પણ સિંહોની માઠી દશા બેઠી હોય તો તે અમરેલી જિલ્લાના લીલીયાથી લઈને પીપાવાવ પોર્ટ સુધીના રેલ્વે ટ્રેક પર... લીલિયાથી લઈને છેક રાજુલાના પીપાવાવ સુધી આ રેલ્વે ટ્રેક પર પેસેન્જર ટ્રેન સાથે 30 ઉપરાંતની માલગાડી ટ્રેન સતત અવરજવર કરતી રહે છે, જ્યારે લીલીયાના ભોરીંગડાથી લઈને સાવરકુંડલાના ઘાંડલા સુધી સિંહોનો કોરિડોર હોય ને બૃહદ ગીરના ગણાતા આ વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય સ્થપાયેલ હોય, ત્યારે તા. 21 જુલાઈ 2023થી 21 જાન્યુઆરી 2024 સુધીના 6 મહિનામાં 7 એશિયાન્ટીક સિંહો કમોતે પીપાવાવ સુરેન્દ્રનગર સેક્શન ટ્રેન નીચે કચડાઇ મોતને ભેટ્યા છે, ત્યારે કમોતે ટ્રેન હડફેટે મોતને ભેટેલા મહામૂલા સિંહોને બચાવવા વનતંત્ર દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં લીલીયાના ભોરીંગડાથી સાવરકુંડલાના ઘાંડલા સુધી 8 જેટલા ઊંચા વોચ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. રેલ્વે ટ્રેકની આસપાસની આજુબાજુમાં 20-20 મીટર સુધી JCB વડે ઝાડી ઝાંખરા દુર કરીને સ્પષ્ટ રેલ્વે ટ્રેક દૂર દૂર સુધી દેખાઈ અને વન્યપ્રાણીઓ કે, સિંહો અચાનક રેલ્વે ટ્રેક પર ટ્રેઈન હડફેટે ન આવી જાય અને સિંહો બચી શકે તેવો નવતર અભિગમ અપનાવાયો છે. જેને સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ વધાવ્યો છે.

અમરેલી : મહામૂલા સિંહોને બચાવવા નવતર પહેલ, લીલીયા-પીપાવાવ પોર્ટ સુધી રેલ્વે ટ્રેક પર વોચ ટાવરો ઉભા કરાયા...

જોકે, પીપાવાવ-સુરેન્દ્રનગર રેલ્વે ટ્રેક પર ટ્રેનની હડફેટે ટૂંકા ગાળામાં જ 6 મહિનામાં 7 સિંહો મોતને ભેટ્યા હોય, ત્યારે હવે સિંહોને બચાવવા વન વિભાગ દ્વારા સરાહનીય જહેમત શરૂ કરવામાં આવી છે. જો પહેલા વનતંત્ર દ્વારા આ વોચ ટાવર અને રેલ્વે ટ્રેક આસપાસ સફાઈ કાર્ય કર્યું હોત કમોતે ભેટેલા સિંહો બચી શક્યા હોવાનો વસવસો પણ પર્યાવરણ પ્રેમીઓએ વ્યક્ત કર્યો હતો. પણ હવે વનતંત્ર દ્વારા 6 વોચ ટાવર ઊભા કરીને ખાસ રાત્રિ દરમ્યાન સિંહોની અવરજવર ઉપર નજર રહે અને સિંહોની મૂવમેન્ટ પર કાળજી રાખવા વનતંત્ર સાથે રેલ્વે વિભાગ ટ્રેક આસપાસની સફાઈ અભિયાન સંગાથે જોડાયું છે.

તો બીજી તરફ, સિંહો અચાનક રેલ્વે ટ્રેક પર ચડી જતા હોવાથી ઝાડી ઝાંખરાવાળા વિસ્તારોમા રેલ્વે ક્રોસિંગ પર ઊંચા વોચ ટાવર અને ઝાડી ઝાંખરા દૂર કરવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને હાલ 40 કિલોમીટર સુધીની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે. દેશની શાન સમા સિંહો બચાવવા વનવિભાગ સતર્ક બનીને કામગીરી કરી રહી છે. ઢળતી સંધ્યાએથી લઈને વહેલી સવાર સુધી મોબાઈલ વોચ ટાવર પર વન વિભાગના કર્મીને તૈનાત રાખી સિંહો બચાવવાનો ભગીરથ પ્રયાસ સાર્થક સાબિત થશે. રાજુલા વિસ્તારમાં 10 વોચ ટાવર અગાઉ બનાવ્યા બાદ વધુ 5 વોચ ટાવર અને સાવરકુંડલા વિસ્તારમાં 8 વોચ ટાવર બનાવીને સિંહોની સુરક્ષા વધારવામાં વન વિભાગની નવતર અને સરાહનીય પહેલને સૌકોઈ આવકારી રહ્યા છે.

Next Story