અમરેલી : સી.આર.પાટીલના જન્મદિવસની આગોતરી ઉજવણી, 1600 યુનિટ રક્તથી રક્તતુલા કરાય

સી.આર.પાટીલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી 1600 યુનિટ રક્તથી સી.આર.પાટીલની રક્તતુલા કરાય રક્તદાન કેમ્પ દ્વારા 1600 યુનિટ રક્ત એકત્ર કરાયું

New Update
અમરેલી : સી.આર.પાટીલના જન્મદિવસની આગોતરી ઉજવણી, 1600 યુનિટ રક્તથી રક્તતુલા કરાય

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આવતિકાલે તા. 16 માર્ચે જન્મદિવસ છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે તેમના જન્મદિવસની આગોતરી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાની આગેવાનીમાં મહા રક્તદાન કેમ્પ થકી અંદાજીત 1600 યુનિટથી વધુ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

જોકે, સૌથી ધ્યાનાકર્શક વાત તો એ રહી કે, સૌપ્રથમ વખત 500થી વધુ મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું, ત્યારે એકત્ર થયેલા આ રક્તથી સી.આર.પાટિલની ભવ્યાતિભવ્ય રક્તતુલા કરવા સાથે અનેક લોકઉપયોગી સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં હાજર રહેલા 8 હજારથી વધુ લોકોને રૂપિયા 2 લાખનું વિમા કવચ અને સાથે જ તમામ રકતદાતાઓને વિવિધ ભેટ સોગાદ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાવરકુંડલા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સી.આર.પાટીલ ગદગદીત થતાં બ્લડ બેન્ક શરૂ કરવાની જુની માંગણીને સંતોષવાની પણ તેઓએ ખાત્રી આપી હતી.

Latest Stories