Connect Gujarat
ગુજરાત

અમરેલી : બગસરાના સાપર ગામે માનસિક બિમારીથી કંટાળીને વૃદ્ધે નદીમાં ઝંપલાવતા મોત..!

આપઘાત કરનાર વૃદ્ધ અસ્થિર મગજના હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

X

બગસરા તાલુકાના સાપર ગામનો ચકચારી બનાવ

માનસિક બિમારીથી કંટાળીને વૃદ્ધે નદીમાં ઝંપલાવ્યું

વૃદ્ધે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામે માનસિક બિમારીથી કંટાળી વૃદ્ધે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, અમરેલીના બગસરા તાલુકાના સાપર ગામ નજીક નદીમાં એક વૃદ્ધે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી. બનાવની જાણ થતાં જ સાપર ગામના સરપંચ ધનસુખ સીલુ સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે ગામ સરપંચ દ્વારા બગસરા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી..

ત્યારે બનાવના પગલે ફાયર ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ નદીના પાણીમાં ગરકાવ વૃદ્ધની શોધખોળ હાથ ધરાતા 60 વર્ષીય હિંમતભાઈ ચુંમકીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. આપઘાત કરનાર વૃદ્ધ અસ્થિર મગજના હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તો બીજી તરફ, માનસિક બિમારીથી કંટાળી વૃદ્ધે આત્મહત્યા કરી હોવાનું પણ લોકોએ અનુમાન લગાવ્યું છે.

Next Story