Connect Gujarat
ગુજરાત

અમરેલી:સાવરકુંડલામાં લોકોએ ઈંગોરિયા યુદ્ધનો આનંદ માણ્યો,લોકોએ એકબીજા પર ફેકયા ઈંગોરિયા

દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે

X

દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે ત્યારે શું છે આ ઈંગોરીયા યુદ્ધ જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં

અત્યારે હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જ દ્રશ્યો સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે જોવા મળી રહ્યા છે હાથમાં જાણે કોઈ ફળ ફ્રુટ હોય તેમ આ હર્બલ ગણાતો ઈંગોરીયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે અને જાણે રણભૂમીનું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાઈ છે.રાત્રીના અંધારામાં આ યુદ્ધ ખેલવામાં આવે છે પ્રકાશના પર્વમાં રાત્રીના દેવળા ગેઇટ થી લઈને છેક નાવલી નદી સુધી ઇંગોરીયા યુદ્ધનો માહોલ જામે છે રમતવીરો આ રમતનો મુક્તમને આનંદ ઉઠાવે છે. ઇંગોરીયા યુદ્ધનો લાહવો લેવા પ્રથમવાર ધારાસભ્ય મહેશ કસવાળાએ પરિવાર સાથે ઇંગોરીયાની મજા માણી હતી

Next Story