Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળઉત્સવ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો...

દુધાળા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જળઉત્સવ કાર્યક્રમનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

X

અમરેલી જિલ્લાના દુધાળા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જળઉત્સવ કાર્યક્રમનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુઘાળા ગામે જળ સંરક્ષણના કાર્યને વધાવવા અને અમરેલી જિલ્લામાં પ્રવાસનને વેગ આપવા માટે આજે તા. 16 નવેમ્બરથી તા. 25 નવેમ્બર સુધી 10 દીવા માટે જળઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જળઉત્સવ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ગાગડીયો નદીમાં જાહેર ખાનગી ભાગીદારી દ્વારા નદીને ઉંડી ઉતારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ જળસંગ્રહનું કાર્ય કરવા માટે રૂ. 13 કરોડ 94 લાખથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. દુધાળા ખાતે થયેલા જળ સિંચનના કાર્યો થકી જિલ્લામાં રોજગારીની તકોનું સર્જન થવા જઈ રહ્યું છે. ગાગડીયો નદીને ઉંડી ઉતારવા માટે અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ ઘન મીટર સુધીનું કામ પૂર્ણ થયું છે. ગાગડીયો નદીમાં બાંધવાનાં થતા અંદાજે 4 મોટા ચેકડેમમાં લીલીયા તાલુકાના ભેંસાણમાં 2.84 કરોડ અને ડીયા ગામે 2.16 કરોડના અંદાજો વહીવટી મંજૂરી અર્થેની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. રાજ્ય સરકારના આર્થિક સહયોગથી ઉદ્યોગપતિ સવજી ધોળકિયાના ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા હાલના ચેકડેમની મરામત માટેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.

Next Story