/connect-gujarat/media/post_banners/68dd74a9ab50252a6e7e0601d572206c0609e2458d861df31f3501c837aaf037.jpg)
લોકસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી હોય ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પ્રતાપ દુધાતના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ લોકસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી હોય ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પ્રતાપ દુધાતના પદ ગ્રહણ સમારોહને સ્નેહ સંવાદ સંમેલન તરીકે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયું હતું.પ્રદેશ કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેર, પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂંજા વંશ, લલિત વસોયા, વીરજી ઠુમ્મર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં કોંગ્રેસનાં આગેવાનો દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.