અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થવા પામી છે. જેમાં સૌપ્રથમ વાર પહેલી વીણીના 21 હજાર મણ કપાસની આવક નોંધાઈ છે. જોકે, સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે કપાસાનું પુષ્કળ ઉત્પાદન થયું છે. બાબરા તેમજ આસપાસના ગામો અને અન્ય તાલુકાઓમાંથી કપાસ વેચવા માટે ખેડૂતોની ભારે ભીડ જામી છે. આ સાથે જ રૂપિયા 1400થી 1500 રૂપિયા સુધી કપાસના લમસમ ભાવ રહ્યા છે, ત્યારે બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને રૂપિયા 950થી લઈને રૂપિયા 1725 સુધીનો ભાવ મળી રહ્યો છે. જોકે, સારો ભાવ મળતા સૌરાષ્ટ્રભરના ખેડૂતો બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસના વેચાણ અર્થે આવી રહ્યાં છે. જેથી સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.